Vijay Hazare Trophy: પૃથ્વી શોની આગેવાનીમાં મુંબઈ બન્યું ચેમ્પિયન, આદિત્ય તારેએ ફટકારી સદી
વિજય હઝારે ટ્રોફીની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરતા મુંબઈએ ઉત્તર પ્રદેશને 6 વિકેટે પરાજય આપી ટ્રોફી પર કબજો કર્યો છે. મુંબઈની ટીમ ચોથી વખત આ ઘરેલૂ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે.
નવી દિલ્હીઃ Mumbai won Vijay Hazare Trophy 2021 title and beat Uttar Pradesh in final: વિજય હઝારે ટ્રોફી 2021ના ફાઇનલ મુકાબલામાં પૃથ્વી શોની આગેવાનીવાળી મુંબઈ અને કરણ શર્માની આગેવાનીવાળી ઉત્તર પ્રદેશની ટીમ વચ્ચે ટક્કર થી હતી. આ મેચમાં મુંબઈએ યૂપીને 6 વિકેટે પરાજય આપી ટ્રોફી પર કબજો કર્યો છે. મુંબઈની ટીમે ચોથી વખત આ ડોમેસ્ટિક વનડે ટ્રોફી પોતાના નામે કરી છે. તો પૃથ્વી શોની આગેવાનીમાં ટીમ પ્રથમ વખત ચેમ્પિયન બની છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઉત્તર પ્રદેશે માધવ કૌશિક (158*)ની મદદથી 50 ઓવરમાં 4 વિકેટે 312 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈએ 41.3 ઓવરમાં 4 વિકેટે 315 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
માધવ કૌશિકની રેકોર્ડ સદી પાણીમાં
ફાઇનલ મેચમાં ઉત્તર પ્રદેશના કેપ્ટન કરણ શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમે 50 ઓવરમાં 4 વિકેટે 312 રન બનાવ્યા હતા. ઓપનિંગ બેટ્સમેન માધવ કૌશિકે અણનમ 158 રનની ઈનિંગ રમી જ્યારે બીજા ઓપનર સમર્થ સિંહે 55 રન બનાવ્યા હતા. આ સિવાય અક્શદીપ નાથે પણ 55 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈએ આસાનીથી લક્ષ્ય હાસિલ કરી ફાઇનલ મુકાબલામાં જીત મેળવી હતી.
આ પણ વાંચોઃ Mithali Raj એ રચ્યો ઈતિહાસ, વનડેમાં 7000 રન બનાવનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની
આદિત્ય તારેએ ટીમને અપાવી જીત
મુંબઈને વિજેતા બનાવવામાં ટીમના બેટ્સમેન આદિત્ય તારેનું મહત્વનું યોગદાન રહ્યુ જેણે અણનમ સદી ફટકારી હતી. આ સિવાય કેપ્ટન પૃથ્વી શોએ 39 બોલમાં 73 રનની આક્રમક ઈનિંગ રમતા ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. આદિત્ય તારેએ 107 બોલમાં 16 ચોગ્ગાની મદદથી અણનમ 118 રન બનાવ્યા હતા. તે ટીમને જીત અપાવી પરત ફર્યો હતો.
આ મેચમાં મુંબઈની ટીમ શરૂઆતથી યૂપી પર હાવી રહી અને ટીમની રનરેટ કોઈપણ સમયે નીચે ન આવી. પૃથ્વી શોએ આપેલી આક્રમક શરૂઆતનો ફાયદો અન્ય બેટ્સમેનોએ ઉઠાવ્યો હતો. મુંબઈએ 313 રનનો ટાર્ગેટ માત્ર 41.4 ઓવરમાં જ હાસિલ કરી લીધો હતો.
પૃથ્વી શોએ બનાવ્યો રેકોર્ડ
વિજય હઝારે ટ્રોફી ટૂર્નામેન્ટ 2021ની સીઝનમાં પૃથ્વી શોએ કુલ 8 મેચ રમી. તેણે આઠ મેચની આઠ ઈનિંગમાં 827 રન બનાવ્યા અને ત્રણ વખત અણનમ રહ્યો. આ સિઝનમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 227 રન અણનમ રહ્યો તો તેની એવરેજ 165.40ની રહી હતી. તેણે આ સીઝનમાં 4 સદી અને એક અડધી સદી સાથે 138.29ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. પૃથ્વી શો વિજય હઝારે ટ્રોફીની એક સીઝનમાં 800થી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube