ઓસ્ટ્રેલિયન ઓપનઃ અંતિમ મેચ શાનદાર રીતે પૂરો થયોઃ મરે
પૂર્વ નંબર-1 ખેલાડી બ્રિટનનો એન્ડી મરે ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રથમ રાઉન્ડમાંથી હારીને બહાર થઈ ગયો છે. તેને સ્પેનના બતિસ્તા આગુટે 5 સેટ સુધી ચાલેલા મેચમાં પરાજય આપ્યો હતો.
મેલબોર્નઃ બ્રિટનના દિગ્ગજ ખેલાડી એન્ડી મરેએ ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રથમ રાઉન્ડના મેચમાં રોબર્ટો બતિસ્તા આગુટ સામે 5 સેટ સુધી ચાલેલા સંઘર્ષપૂર્મ મેચ બાદ કહ્યું કે, આ મેચનું શાનદાર રીતે સમાપન થયું છે. આ મેચ પહેલા પૂર્વ નંબર 1 ખેલાડી મરેએ કહ્યું હતું કે, આ તેના પ્રોફેશનલ્સ કરિયરનું અંતિમ સત્ર છે, જેનાથી ઓસ્ટ્રેલિયન ઓપનમાં આ તેનો અંતિમ મેચ સાબિત થશે.
ટૂર્નામેન્ટમાં 22મી વરીયતા પ્રાત્ત સ્પેનના ખેલાડી રોબર્ટોએ તેને 6-4, 6-4, 6-7 , 6-7, 6-2થી હરાવ્યો હતો. આ મેચમાં મરેના સમર્થન માટે મોટી સંખ્યામાં દર્શકો હાજર રહ્યાં હતા. તેણે મેચ બાદ કહ્યું, શાનદાર અવિશ્વસનીય હતું. આજે અહીં આવવા માટે તમામનો આભાર.
તેણે કહ્યું, ઈમાનદારીથી કહું તો મને ઘણા વર્ષોથી અહીં રમવાનું પસંદ છે. જો આ મારો અંતિમ મેચ હતો તો તે શાનદાર રીતે પૂરો થયો છે. મેં મારા તરપથી ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તે પૂરતો નહતો.