લંડનઃ બાંગ્લાદેશને મુશફિકુર રહીમે સોમવારે બેવડી સદી પટકારીને એમએસ ધોની, કુમાર સાંગાકારા અને એડમ  ગિલક્રિસ્ટ જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. તેણે ઝિમ્બાબ્વે વિરુદ્ધ બીજી ટેસ્ટમાં અણનમ 219 રન ફટકાર્યા હતા.  આ સાથે તે વિશ્વનો પ્રથમ વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે, જેના નામે બે બેવડી સદી નોંધાયેલી છે. મુશફિકુર  રહીમે શ્રીલંકા વિરુદ્ધ આ પહેલા 200 રન ફટકાર્યા હતા. તેણે આ ઈનિંગમાં 2013માં ગોલમાં રમી હતી. રહીમે જ્યારે  શ્રીલંકા વિરુદ્ધ બેવડી સદી ફટકારી ત્યારે તે ટીમનો કેપ્ટન પણ હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યજમાન બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે વચ્ચે ઢાકામાં બીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ  કરતા 7 વિકેટ પર 522 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. તેના તરફથી મુશફિકુર રહીમે 421 બોલમાં 219 રન  બનાવ્યા હતા. આ સિવાય મોમિનુલ હકે 161 રન ફટકાર્યા હતા. મેહદી હસને 98 અને કેપ્ટન મહમૂદુલ્લાહે 38 રનનું  યોદગાન આપ્યું હતું. ઝિમ્બાબ્વે તરફથી કાઇલ જાર્વિસે પાંચ વિકેટ ઝડપી હતી. 


સાંગાકારા ફટકારી ચુક્યો છે 11 બેવડી સદી
શ્રીલંકાનો મહાન બેટ્મસેન કુમાર સાંગાકારા ટેસ્ટ ક્રિકેટમાં ઓવરઓલ 11 બેવડી સદી ફટકારી ચુક્યો છે. પરંતુ તેમાંથી  માત્ર એક બેવડી સદી છે, જે તેણે વિકેટકીપર બેટ્સમેનના રૂપમાં બનાવી છે. સાંગાકારાની બાકી 10 બેવડી સદી   સ્પેશિયલ બેટ્સમેન તરીકે આવી છે. ભારતીય સ્ટાર એમએસ ધોની અને ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ એક-એક  બેવડી સદી ફટકારી ચુક્યા છે. 


રનના મામલામાં ધોની-ગિલીથી પાછળ રહીમ
ટેસ્ટ કે વનડેમાં ઓવરઓલ રનની વાત કરવામાં આવે તો મુશફિકુર રહીમ, ભારતના ધોની, ગિલક્રિસ્ટ અને  સાંગાકારાથી ઘણો પાછળ છે. રહીમે 64 ટેસ્ટ મેચોમાં 3962 રન બનાવ્યા છે. સાંગાકારાએ 134 ટેસ્ટ મેચોમાં 12,400  રન બનાવ્યા છે. ગિલક્રિસ્ટે 96 ટેસ્ટમાં 5570 રન અને ધોનીએ 90 ટેસ્ટમાં 4876 રન બનાવ્યા હતા. આ ત્રણેય  ક્રિકેટમાંથી નિવૃત થઈ ગયા છે. રહીમ જો પોતાનું સારૂ ફોર્મ જાળવી રાખે તો બે વર્ષની અંદર ધોની અને ગિલક્રિસ્ટને  પાછળ છોડી શકે છે. 


બાંગ્લાદેશનો બીજો સૌથી સફળ બેટ્સમેન
31 વર્ષીય મુશફિકુર રહીમ બાંગ્લાદેશનો બીજો સૌથી સફળ ટેસ્ટ ક્રિકેટર છે. તેણે 64 ટેસ્ટ મેચોમાં 3964 રન બનાવ્યા  છે. તેનાથી વધુ રન માત્ર તમીમ ઇકબાલ (4049) બનાવી શક્યો છે. રહીમ વનડેમાં બાંગ્લાદેશનો ત્રીજો સૌથી સફળ  બેટ્સમેન છે. તેણે 195 વનડે મેચોમાં 5213 રન બનાવ્યા છે. તમીમ ઇકબાલે 6307 રન અને શાકિબ અલ હસને  5482 રન બનાવ્યા છે.