કોલંબોઃ શ્રીલંકાના દિગ્ગજ મહેલા જયવર્ધનેએ પોતાની સંઘર્ષ કરી રહેલી ટીમ માટે સલાહકારની ભૂમિકા નિભાવવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે કહ્યું તે, તેને વ્યવસ્થા પર વિશ્વાસ નથી. રાષ્ટ્રીય પસંદગીકારોએ જયવર્ધને અને કુમાર સાંગાકાર સહિત ઘણા પૂર્વ દિગ્ગજોને વિશેષ સમિતિમાં સામેલ થવા માટે કહ્યું જે, તેની ટીમને જીત અપાવવાની સલાહ આપે. શ્રીલંકન ટીમ છેલ્લા ઘણા સમયથી ખરાબ પ્રદર્શન કરી રહી છે. વિન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં પણ લંકાનો પરાજય થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત વર્ષે જયવર્ધનેને તત્કાલિન ખેલ મંત્રીને સલાહ આપનારી વિશેષ સમિતિમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ તેણે કહ્યું કે, તેની ભલામણોને નજર અંદાજ કરવામાં આવી અને ફરી તે આવા અનુભવોમાંથી પસાર થવા માંગતો નથી. 


જયવર્ધનેએ ટ્વીટર પર કહ્યું, મને વ્યવસ્થા પર કોઇ વિશ્વાસ નથી. જો કોઈ સમય પસાર કરવા ઈચ્છે છે તો મહેરબાની કરીને અમારો ઉપયોગ ન કરે. સાંગાકારએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. 


મુરલીધરને પણ ઠુકરાવી ઓફર
મહાન સ્પિન બોલર મુથૈયા મુરલીધરને શ્રીલંકાના ખેલ મંત્રી ફેજર મુસ્તપાહા દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડના સલાહકાર બનવાના પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે. મુરલીધરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 1334 વિકેટ ઝડપી છે. તેમણે શ્રીલંકન ક્રિકેટ બોર્ડ પર આરોપ લગાવ્યો કે તે દેશમાં રમતની સ્થિતિને સુધારી રહી નથી. 


46 વર્ષીય મુરલીદરને એક નિવેદન જારી કરીને કહ્યું, મારૂ માનવું છે કે, આ બોર્ડ દ્વારા અમારો ઉપયોગ કરવાની શાતિર ચાલ છે. હું થોડા દિવસો પહેલા  મહેલા દ્વારા કરેલી વાતનું સમર્થન કરૂ છું. જેણે પોતાના અનુભવથી જણાવ્યું કે, તેને આ તંત્ર પર વિશ્વાસ ન કરી શકાય કારણ કે, આ બોર્ડ મુદ્દાને છુપાવવાનો પ્રયત્ન કરે છે. 


તેમણે કહ્યું, આ ખરાબ છે કે, જ્યાં સુધી રમત પોતાના નિચલા સ્તરે ન પહોંચી જાઈ તે પહેલા આ લોકો રાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડીઓનો સંપર્ક કરતા નથી. જો મને લાગ્યું કે, તેનો પ્રસ્તાવ ખરેખર યોગ્ય છે અને તેમાં સત્યતા છે તો હું મારા તમામ કોચિંગ કરાર ખતમ કરીને બોર્ડની સાથે જોડાઇશ. 


આ પહેલા ગુરૂવારે મુસ્તાપાહાએ શ્રીલંકાના મહાન ખેલાડીઓ, અરવિંદ ડી સિલ્વા, રોશન મહાનામા, મહેલા જયવર્ધને, કુમાર સાંગાકારા અને મુરલીધરનને અપીલ કરી હતી કે, તેઓ બોર્ડની સાથે સલાહકાર તરીકે જોડાઈ. આ અપીલ ત્યારે કરવામાં આવી જ્યારે 31 મેએ યોજાનારી ચૂંટણીને કોર્ટે ટાળી દીધી હતી. મુરલીધરન પહેલા જયવર્ધને બોર્ડની અપીલ ઠુકરાવી દીધી છે.