હૈદરાબાદઃ સ્વભાવથી ઓછુ બોલનારો મુથૈયા મુરલીધરને શ્રીલંકા ક્રિકેટને લઈને મોટુ નિવેદન આપ્યું છે. મુરલીધરને શ્રીલંકા ટીમના હાલના ખરાબ પ્રદર્શન વિશે ટિપ્પણી કરી અને તેની પાછળ રાજનીતિને મુખ્ય કારણ દર્શાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈટી સાથે વાત કરતા મુથૈયા મુરલીધરને શ્રીલંકાની ટીમના ખરાબ ફોર્મ પર ચર્ચા કરી. એક સમયે ટોપ પર રહેનારા વૂર્વ વિશ્વ વિજેતા શ્રીલંકા ટીમની ગણતરી આજકાલ નબળી ટીમોમાં થવા લાગી છે. મુરલી અનુસાર, શ્રીલંકાની ટીમના ખરાબ ફોર્મના વધુ દિવસો થયા નથી. 2011માં ટીમ 50 ઓવર ક્રિકેટ વર્લ્ડની રનરઅપ હતી તો 2014માં તે ટી20માં વિશ્વ વિજેતા બની હતી. 


મુરલી અનુસાર શ્રીલંકાની ટીમની ખરાબ હાલત થઈ છે તો તે હાલના દિવસોમાં થઈ છે. જ્યારે રાનીતિએ ક્રિકેટને વહેંચી નાખ્યું છે. મુરલી અનુસાર ક્રિકેટને ઓછુ જાણનારા લોકો આજકાલ બોર્ડ ચલાવી રહ્યાં છે અને તેના કારણે રમતનું સ્તર કથળ્યું છે. 


પોતાના બોલિંગથી સૌથી વધુ શિકાર કરનાર મુરલીધરનનો મંગળવારે જન્મદિવસ હતો. આ અવસરે થયેલી વાતચીતમાં તેણે કહ્યું કે ક્રિકેટ આત્મવિશ્વાસની રમત છે. હું એક દિવસમાં મોટો ખેલાડી નથી બન્યો. અર્જુન રણતુંગાએ ઘણા વર્ષો સુધી મારો આત્મવિશ્વાસ વધાર્યો હતો. 


મુરલી અનુસાર છેલ્લા એક વર્ષમાં શ્રીલંકન ક્રિકેટમાં 60થી વધુ ખેલાડી બદલવામાં આવ્યા છે. તેવામાં દરેક ખેલાડીને કહેવામાં આવે છે કે પ્રદર્શન કરો અથવા બહાર બેસો. તેનાથી ખેલાડીઓનું મનોબળ ઓછું થાય છે. આ રીતે શ્રીલંકન ક્રિકેટની સ્થિતિ વધુ ખરાબ થશે. 


કુશલ મેન્ડિસનું ઉદાહરણ આપતા મુરલીએ કહ્યું કે, અમે દરેકે વિચાર્યું હતું કે, આ ખેલાડીમાં સ્પાર્ક છે. પરંતુ એક ખરાબ શ્રેણી બાદ તેને ડ્રોપ કરી દેવામાં આવ્યો. તેનાથી તેનું પ્રદર્શન વધુ કથળ્યું છે. 


મુરલીએ વિરાટ કોહલીના નિર્ણયની પ્રશંસા કરી. અશ્વિન અને જાડેજાના સ્થાને ચહલ અને કુલદીપને સ્થાન આપવાને યોગ્ય ગણાવ્યું. મુરલી અનુસાર આંગળીઓની જગ્યાએ કાંડાના સહારે સ્પિન કરાવનાર સ્પિનરોને ટીમમાં લેવાનો નિર્ણય યોગ્ય હતો. મુરલીએ ડેવિડ વોર્નર ન હોવા પર નિરાશા વ્યક્ત કરી, પરંતુ તેણે કહ્યું કે  હૈદરાબાદનો કેપ્ટન વિલયમસન સારૂ પ્રદર્શન કરી રહ્યો છે.