નવી દિલ્હીઃ ભારતીય વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોની 9 જુલાઈએ પોતાનો 38મો જન્મદિવસ ઉજવશે. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ શનિવારે આ ખેલાડીની પ્રશંસા કરી છે. આઈસીસીએ કહ્યું કે ધોની તે વ્યક્તિ છે જેણે ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોનીએ પોતાની આગેવાનીમાં તમામ મોટી આઈસીસી ટૂર્નામેન્ટ જીતી છે. તે એકમાત્ર કેપ્ટન છે જેણે આઈસીસી 50 ઓવરનો વિશ્વ કપ, વર્લ્ડ ટી20 અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. તેની આગેવાનીમાં ભારતીય ટીમ ટેસ્ટ અને વનડે બંન્ને ફોર્મેટમાં નંબર એકના સ્થાન સુધી પહોંચી હતી. તેની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સ ત્રણ વખત આઈપીએલનું ટાઇટલ જીતી ચુક્યું છે. 


આઈસીસીએ એક વીડિયો ટ્વીટ કર્યો, 'એક એવું નામ જેણે ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો. એક એવું નામ જે વિશ્વભરના લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. એક એવું નામ જે એક નિર્વિવાદનું રૂપ છે, એમએસ ધોની માત્ર એક નામ નથી.'



આ ક્લિપમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને બોલર જસપ્રીત બુમરાહ પણ તે વિશે વાત કરી રહ્યાં છે કે કઇ રીતે ધોનીએ તેના ક્રિકેટની કળાને નિખારી. 


કોહલીએ કહ્યું, જે તમે બહારથી જુઓ છો કોઈ વ્યક્તિ વિશે વસ્તુ તેનાથી અલગ હોય છે. તે હંમેશા શાંત અને ધૈર્યવાન રહે છે. તેની પાસે ઘણું શીખી શકાય છે. તે મારા કેપ્ટન હતા અને હંમેશા કેપ્ટન રહેશે. અમારી આપસી સમજ હંમેશાથી ખુબ શાનદાર રહી છે. હું હંમેશા તેની સલાહને ધ્યાનમાં રાખુ છું. 


બુમરાહે કહ્યું, 'જ્યારે હું 2016મા આવ્યો તો તે મારા કેપ્ટન હતા. ટીમ પર તેનો પ્રભાવ છે અને તે હંમેશા મદદ માટે તૈયાર રહે છે.'


વીડિયોની શરૂઆત ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરથી થાય છે. તે ધોનીને મિસ્ટર કુલ કહીને સંબોધિત કરે છે. બટલર કહે છે કે ધોની હંમેશા તેનો આદર્શ રહ્યો છે. 


ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે પણ ધોનીની પ્રશંસામાં કહ્યું કે, કોઈપણ તેની બરાબર ન હોઈ શકે. સ્ટોક્સ ધોનીની સાથે આઈપીએલમાં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સની ટીમમાં રમ્યો હતો. સ્ટોક્સે કહ્યું, તે એક મહાન ખેલાડી છે, શાનદાર વિકેટકીપર છે. મને નથી લાગતું કે કોઈ તેની બરાબર છે. 


ધોની, જેને ક્યારેક વિશ્વનો બેસ્ટ ફિનિશર કહેવામાં આવતો હતો, વાલના સમયમાં તે આલોચનાઓનો સામનો કરી રહ્યો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ 30 જૂને તેની બેટિંગના અપ્રોચને લઈને સવાલ ઉઠ્યા ત્યારબાદ બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં પણ ઈનિંગની અંતમાં મોટા શોન ન રમવા પર પણ તેની ટીકા થઈ હતી. ધોનીએ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં 223 રન બનાવ્યા છે.