મેલબર્ન : જાપાનની નાઓમી ઓસાકા વર્ષની પહેલી ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન બની ગઈ છે. તેણે ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open)નો મહિલા ખિતાબ જીતવાની સિદ્ધિ મેળવી છે. નાઓમી ઓસાકા (Naomi Osaka)એ શનિવારે રમાયેલી ફાઇનલમાં ચેક રિપબ્લિકની પેત્રા ક્વિતોવાને હરાવી છે. નાઓમીનો આ બીજો ગ્રાન્ડસ્લેમ ખિતાબ છે. તેણે 2018માં અમેરિકન ઓપનનો ખિતાબ જીત્યો હતો. તેણે પોતાની કરિયરમાં સતત બે ગ્રાન્ડસ્લેમ જીત્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

21 વર્ષની નાઓમી ઓસાકા ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને દુનિયાની નંબર વન મહિલા ખેલાડી બની ગઈ છે. તે ડબલ્યુટીએ રેન્કિંગમાં પહેલા સ્થાને પહોંચનારી જાપાનની અને એશિયાની પહેલી ખેલાડીા છે. વુમન્સ ટેનિસ અસોશિયેશન (ડબલ્યુટીએ) રેન્કિંગની ઔપચારિક ઘોષણા પછી પછી કરશે. નાઓમી ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીતનારી પહેલી જાપાની ખેલાડી છે. 


ચોથી ક્રમાંકિત નાઓમી ઓસાકા તેમજ આઠમી ક્રમાંકિત પેત્રા ક્વિતોવા વચ્ચે બે કલાક અને 27 મિનિટ સુધી ફાઇનલ મુકાબલો થયો. નાઓમીએ આ સ્પર્ધા 7-6 (7-2), 5-7, 6-4થી જીતી. જાપાની ખેલાડીએ પહેલો સેટ ટાઇબ્રેકરમાં જીત્યો. તેણે બીજી સેટમાં પણ સારું પ્રદર્શન કર્યું. તે બીજા સેટમાં એક સમયે મેચ પોઇન્ટ પર હતી પણ પૈત્રાએ આ પોઇન્ટ જીતીને મેચમાં કમબેક કર્યું હતું. બીજો સેટ 7-5થી પેત્રોવાએ જીત્યો હતો પણ નાઓમી ઓસાકાએ ત્રીજા સેટમાં પેત્રોવાને ટકવા નહોતી દીધી. 


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...