ડોપિંગ તપાસમાં વિલંબ થતા હાઈકોર્ટ પહોંચ્યો રેસલર નરસિંહ, અદાલતે સીબીઆઈને પૂછ્યુ- બે વર્ષમાં શું કર્યું?
નરસિંહે નાડામાં અપીલ કરી હતી કે આ એક ષડયંત્ર છે. બાદમાં નાડાએ ઓલમ્પિક રમવા માટે નરસિંહને મોકલી આપ્યો હતો, પરંતુ વર્લ્ડ એન્ટી ડોપિંગ એજમ્સીએ તેને રોકી લીધો હતો.
નવી દિલ્હીઃ રેસલર નરસિંહ યાદવે પોતાની ઉપર લાગેલા ડોપિંગની તપાસ ઝડપથી પૂર્ણ કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું, ઘટનાને ત્રણ વર્ષ થયા, પરંતુ હજુ સુધી તપાસ પૂર્ણ થઈ નથી. તેના પર કોર્ટે સુનાવણી કરતા સીબીઆઈને ધીમી ગતીએ તપાસ કરવા માટે ફટકાર લગાવી છે. કોર્ટે સીબીઆઈના વકીલને કહ્યું, બે વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે. તમે શું કરી રહ્યાં છો? સંબંધિત અધિકારી પાસેથી આદેશ પ્રાપ્ત કરો બાદી અમે આદેશ પસાર કરશું.
તપાસમાં વિલંબ થવા પર નરસિંહે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન રાજનાથ સિંહને ટ્વીટર પર તેના માટે અપીલ કરી હતી. તેણે લખ્યું હતું, એક આંતરરાષ્ટ્રીય રેસલર માટે ન્યાય મેળવવો આટલો મુશ્કેલ થઈ રહ્યો છે તો એક સામાન્ય માણસ માટે કેટલું મુશ્કેલ હશે.
સીબીઆઈના અધિકારીઓના વલણને લઈને પણ કર્યું હતું ટ્વીટ
તેણે સીબીઆઈના વલણને લઈને પણ ટ્વીટ કર્યું, એક નાની ઘટનાની તપાસમાં સીબીઆઈ ત્રણ વર્ષ કરતા વધુ સમય કેમ લઈ રહી છે? હું હેરાન છું. સત્ય દરેક ભારતીયોને ખ્યાલ છે, તો પણ આ અધિકારીઓને કશો ફેર પડતો નથી. સિસ્ટમના શાસકો ક્યારેક દેશ હિતમાં વિચાર કરો. હું તમારા એક સપોર્ટથી ભારત માતા માટે 2020 ઓલમ્પિક મેડલ જીતીને લાવિશ.
વાડાએ નરસિંહ પર લગાવ્યો હતો ચાર વર્ષનો પ્રતિબંધ
નરસિંહે નાડામાં અપીલ કરી હતી કે આ એક ષડયંત્ર છે. બાદમાં નાડાએ ઓલમ્પિક રમવા માટે નરસિંહને મોકલી આપ્યો હતો, પરંતુ વર્લ્ડ એન્ટી ડોપિંગ એજમ્સીએ તેને રોકી લીધો હતો. વાડાએ કહ્યું હતું કે જો ષડયંત્ર થયું છે તે પોલીસે કોઈની ધરપકડ કરી છે કે નહીં. નરસિંહ પર વાડાએ ચાર વર્ષનો પ્રતિબંધ લગાવતા કહ્યું હતું કે, જો ભારતીય તપાસ એજન્સી તેને દોષમુક્ત કરે તો પ્રતિબંધ હટાવી લેવામાં આવશે.
નરસિંહે ભોજપમાં કંઇ મળવાનો લગાવ્યો હતો આરોપ
2016 ઓલમ્પિક ગેમ્સના 20 દિવસ પહેલા નરસિંહ ડોપ ટેસ્ટમાં ફેલ થયો હતો. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ પ્રતિબંધ લગાવી દીધો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે, તેના ભોજનમાં કોઈએ કંઇક ભેળવી દીધું છે.