`ભારતની હાર માટે વિરાટ પણ જવાબદાર`
પહેલી ટેસ્ટ મેચમાં ભારતની હાર પછી ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે
બર્મિંગહામ : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું પ્રથમ ટેસ્ટમાં બેટ્સમેન તરીકેનું પ્રદર્શન જબરદસ્ત રહ્યું પણ તેની કેપ્ટનશિપ પર સવાલ ઉઠાવાઈ રહ્યા છે. ઈંગ્લેન્ડના પૂ્ર્વ કેપ્ટન નાસિર હુસૈનનું માનવું છે કે ભારતની ઈંગ્લેન્ડ સામે થયેલી હાર માટે કોહલીએ પણ જવાબદારી લેવી જોઈએ. હુસૈને સ્કાઈ સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું કે, ‘કોહલીનું પ્રદર્શન આ મેચમાં અસાધારણ રહ્યું. જે રીતે તેણે પૂંછડીયા બેટ્સમેનો સાથે બેટિંગ કરી તેને જોતા ભારત જીતવું જોઈતું હતું.’
ઇંગ્લેન્ડે ભારતીય ટીમ સામે બર્મિંગહામમાં રમાયેલી રોમાંચક ટેસ્ટ મેચમાં 31 રનથી પરાજય થયો છે. આ સાથે જ મેજબાન ટીમે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે. જેના જવાબમાં ભારતીય ટીમ પોતાના પહેલા દાવમાં 274 રનમાં જ ખડી પડી હતી. આ પ્રકારે ઇંગ્લેન્ડે પહેલા દાવના આધાર પર 13 રન સાથે વધી ગઇ. બીજા દાવમાં ઇંગ્લેન્ડે 180 રન બનાવ્યા ત્યાર બાદ ભારતીય ટીમ ઇન્ડિયાને જીત માટે 194 રનનો ટાર્ગેટ મળ્યો. ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમ 162 રન પર આઉટ થઇ ગઇ અને ઇંગ્લેન્ડે 31 રનથી મેચ પોતાના નામે કરી લીધી હતી.
આ તબક્કે વિરાટ કોહલી એકલો ઉભો રહ્યો અને 93 બોલમાં ચાર ચોકીની મદદથી 51 રન બનાવ્યા. તેના સિવાય કોઈ બેટ્સમેન અર્ધસદીની આસપાસ પણ પહોંચી શક્યા નહોતા. કોહલી બાદ ભારત માટે સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેન હાર્દિક પંડ્યા રહ્યા, જેણે 31 રન બનાવ્યા. ચાર વિકેટ લેનાર સ્ટોક્સે પંડ્યાને આઉટ કરીને ટીમને વિજય અપાવ્યો હતો. ભારતના ત્રીજા દિવસના અંતે પાંચ વિકેટના નુકસાન પર 110 રનની સાથે કર્યું હતું.