Natasa Stankovic Social Media Activity: નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ ગયા મહિને સોશિયલ મીડિયા પર તેમના અલગ થવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ અભિનેત્રીને સતત ટ્રોલ કરવામાં આવી રહી છે. નતાશાની સોશિયલ મીડિયા એક્ટિવિટી જોયા બાદ કેટલાક યુઝર્સના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું ખરેખર હાર્દિકે નતાશા સાથે દગો કર્યો છે? આ મામલે બંનેએ ચૂપકીદી સાધી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતનો ડેશિગ ક્રિકેટર અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની પર્સનલ લાઈફ હાલમાં વિવાદોમાં છે. હાર્દિકે ગયા મહિને જ તેના ચાહકોને ચોંકાવી દેવાની સાથે તેમનું દિલ પણ તોડી નાખ્યું હતું.  હાર્દિકે અને નતાશાએ છૂટાછેડાની જાહેરાત કરી હતી. જો કે, બંનેએ આ નિર્ણયને ખૂબ જ મુશ્કેલ ગણાવ્યો હતો અને જાહેરાત પણ કરી હતી કે તેઓ બંને તેમના પુત્ર અગસ્ત્યની સંભાળ એકસાથે લેશે. આ નિર્ણય બાદ નતાશાને સતત ટ્રોલ કરવામાં આવી રહી હતી.


બીજી તરફ કેટલાક ચાહકો હાર્દિક પંડ્યાને સતત સમર્થન આપી રહ્યા છે. દરમિયાન નતાશાની સોશિયલ મીડિયા એક્ટિવિટી જોઈને કેટલાક યુઝર્સ ખૂબ જ કન્ફ્યુઝ થઈ રહ્યા છે, દરેકના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું હાર્દિકે નતાશા સાથે છેતરપિંડી કરી છે? નતાશા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેના પુત્ર સાથે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે, જેની સાથે અભિનેત્રી હાલમાં તેના હોમટાઉન સર્બિયામાં છે અને ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.


હાર્દિક પંડ્યાઃ
 



 


શું હાર્દિકે નતાશા સાથે દગો કર્યો એ સૌથી મોટો સવાલ?
રિપોર્ટ્સનું માનીએ તો બંનેના છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી છે. ખરેખર, તાજેતરમાં નતાશા સ્ટેનકોવિકે ઇન્સ્ટાગ્રામ પર એવી ઘણી પોસ્ટ લાઇક કરી છે, જેમાં દગો અને ઈમોશનવ એબ્યૂઝની વાત કરવામાં આવી છે. તેની સોશિયલ મીડિયા એક્ટિવિટી પરથી યુઝર્સ અને ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે શું હાર્દિકે નતાશા સાથે છેતરપિંડી કરી છે? તેમજ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ આ કારણે જ બંને છૂટાછેડા લઈ રહ્યા છે. 


નતાશાને ઘણી ચીટીંગ પોસ્ટ લાઈક કરી-
નતાશાને ગમતી રીલના કેપ્શનમાં લખ્યું છે, 'તમને ક્યારેય એવું નહીં લાગે કે તમે આવા છોકરાઓ સાથે ઠીક છો, કારણ કે તેઓ હજુ પરિપક્વ થવા માટે તૈયાર નથી. તેઓ અન્ય છોકરીઓનું મનોરંજન કરશે, પરંતુ તે એટલા માટે નથી કારણ કે તમે તેમના માટે પૂરતા નથી. 


તમને જણાવી દઈએ કે, અંબાણીના લગ્ન દરમિયાન હાર્દિક પંડ્યા અને અનન્યાના ઘણા વીડિયો વાયરલ થયા હતા, જેમાં બંને એકબીજા સાથે ડાન્સ કરતા અને મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ સિવાય બંને એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલો પણ કરે છે.