નવી દિલ્હીઃ વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી(WADA) દ્વારા ભારતની નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી (NDTL)ને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. WADAના આ નિર્ણયના કારણે દેશના ડોપિંગ નિરોધક કાર્યક્રમને મોટો ઝટકો લાગ્યો છે, કેમ કે 2020માં ટોકિયોમાં યોજાનારી ઓલિમ્પિકમાં હવે બહુ ઓછો સમય બાકી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાડાએ એક પ્રેસનોટમાં જણાવ્યું કે, "વાડાની તપાસ દરમિયાન NDTLની પ્રયોગશાળાઓ આંતરરાષ્ટ્રીય ધારાધોરણ અનુસાર જોવા મળી નથી, જેના કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે." ભારતમાં NDTL જ એકમાત્ર લેબોરેટરી છે જે ડોપ ટેસ્ટ કરે છે. આ દુનિયામાં રહેલી 34 WADA માન્યતા પ્રાપ્ત પ્રયોગાશાળાઓમાંની એક છે. 


WADA ભારતની લેબોરેટરીને સસ્પેન્ડ કરવા પાછળનું કારણ જણાવ્યું કે, "તેના દ્વારા કરવામાં આવતું નમૂનાનું વિશ્લેષણ એકદમ સચોટ ન હતું. આ સસ્પેન્શન 20 ઓગસ્ટથી અમલી ગણાશે અને NDTL હવે કોઈ પણ પ્રકારની ડોપિંગ નિરોધક ગતિવિધિમાં સામેલ થઈ શકશે નહીં. જેમાં લોહી અને મૂત્રના સેમ્પલના વિશ્લેષણનો પણ સમાવેશ થાય છે."


WADAના આ નિર્ણય સામે NDTL આગામી 21 દિવસના અંદર કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં અપીલ કરી શકે છે.


જુઓ LIVE TV....


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....