Goa National Games-2023 : આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ગોવામાં રમાયેલી નેશનલ ગેમ્સ (National Games-2023) સાથે જોડાયેલા મોટા સમાચાર શુક્રવારે સામે આવ્યા છે. આ ગેમ્સમાં એક-બે નહીં પરંતુ 20થી વધુ ખેલાડીઓ ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. હવે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) એ મોટી કાર્યવાહી કરી છે અને તમામને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા વર્ષે સરકારે આપી ભેટ, સુકન્યા સમૃદ્ધિ સહિત બચત યોજનાઓના વધાર્યા વ્યાજ દર


ડોપ ટેસ્ટમાં 20થી વધુ ખેલાડીઓ ફેલ
ગોવામાં રમાયેલી નેશનલ ગેમ્સમાં 20થી વધુ ખેલાડીઓનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ઓક્ટોબર-નવેમ્બરમાં ગોવામાં આયોજિત નેશનલ ગેમ્સ દરમિયાન કરવામાં આવેલા ટેસ્ટમાં 20થી વધુ ખેલાડીઓ પ્રતિબંધિત પદાર્થો માટે પોઝિટિવ જોવા મળ્યા હતા. દેશમાં ડોપિંગનો આ સૌથી મોટો મામલો છે. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) એ ડોપિંગમાં દોષિત 20 જેટલા ખેલાડીઓ પર કામચલાઉ સસ્પેન્શન લગાવ્યું છે. 


WhatsApp માં નંબર એક્સચેંજ કર્યા વિના થશે Chat, આ યૂઝર્સને મળ્યું આ ફીચર
Parle G ના પેકેટ પર ક્યૂટ બાળકીની જગ્યાએ આ છોકરો કોણ? જાણો શું છે સમગ્ર મામલો?


નાડાએ કરી હતી કાર્યવાહી 
નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) એ 25 ઓક્ટોબરથી 9 નવેમ્બરની વચ્ચે સહભાગીઓના ડોપ સેમ્પલ એકત્રિત કર્યા હતા. કેટલાક ખેલાડીઓએ મેડલ જીત્યા હતા જ્યારે કેટલાક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ સામેલ હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર દોષિત ઠરેલા ખેલાડીઓમાં 9 ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટ છે. આ સિવાય 7 વેઈટલિફ્ટર્સ પણ આ યાદીમાં સામેલ છે.


આ 3 રાશિની પત્ની મળે તો જીવન થઇ જશે ધન્ય ધન્ય, પતિ માટે ભાગ્યશાળી હોય છે આ યુવતિઓ
આ રાશિની મહિલાઓ માટે 2024 સૌથી વધુ લકી, કારકિર્દીમાં સાબિત થઈ શકે છે માઈલસ્ટોન


CWG મેડલિસ્ટ પણ સામેલ
રિપોર્ટ્સ અનુસાર, કોમનવેલ્થ ચેમ્પિયનશિપ મેડલિસ્ટ પણ ડોપ ટેસ્ટમાં ફેલ થયેલા ખેલાડીઓમાં સામેલ છે. બે વખતની કોમનવેલ્થ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલ વિજેતા વંદના ગુપ્તાનું નામ પણ ડોપિંગ પોઝિટિવ મળી આવેલા 7 વેઈટલિફ્ટર્સમાં સામેલ છે. (PTI તરફથી ઇનપુટ)


અમેરિકા ભણવા ગયેલા 3.25 લાખ વિદ્યાર્થીઓને મોટો ઝટકો, નવા સત્રની ફીમાં 30%નો વધારો
Smartphone નો ઉપયોગ કરો છો તો પતાવી આ કામ, 1 જાન્યૂઆરીથી લાગૂ થશે આ 3 નિયમ