નવી દિલ્હીઃ ખેલ મંત્રાયલે રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો માટે અરજી જમા કરવાની તારીખ 22 જૂન સુધી વધારી દીધી છે.આ સાથે કોરોના વાયરસ મહામારીને કારણે લાગૂ લૉકડાઉનમાં  પ્રપોઝલ મળવામાં થઈ રહેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખી સ્વયંને અરજી કરવાની મંજૂરી પણ આપી દીધી છે. અરજી પ્રક્રિયા પૂરી કરવાનો બુધવારે છેલ્લો દિવસ હતો પરંતુ સમયમર્યાદા વધારી દેવામાં આવી છે. આ સાથે પ્રક્રિયામાં છૂટછાટ આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રાલયના એક સર્કુલરમાં કહેવામાં આવ્યું, અમે પુરસ્કાર યોજનામાં અધિકારીઓ અથવા વ્યક્તિઓની ભલામણ પર મોકલવામાં આવેલી અરજી જમા કરવાનો નિયમ ખતમ કરી દીધો છે. ફોર્મમાં આ ભાગને ખાલી છોડી શકાય છે. 


મંત્રાલયે મહામારીને કારણે આ વર્ષે માત્ર ઈમેલથી અરજી મંગાવી હતી. ખેલ પુરસ્કાર અરજીના નિયમો હેઠળ જ અરજી માન્ય થાય છે જે માટે રાષ્ટ્રીય મહાસંઘ, ખેલ બોર્ડ અથવા પૂર્વ એવોર્ડ વિજેતાએ ભલામણ કરી હોય. 


હવે છૂટછાટ બાદ ખેલાડી પણ અરજી કરી શકશે જેના નામ રાષ્ટ્રીય ખેલ મહાસંઘે મોકલી નથી અને તેને પૂર્વ વિજેતાઓનું સમર્થન પણ પ્રાપ્ત છે. દર વર્ષે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસ પર 29 ઓગસ્ટે રાષ્ટ્રીય ખેલ દિવસના અવસર પર આ એવોર્ડ આપવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર