Sports World માં ગુજરાતીઓનો ડંકો, ICCથી ઓલમ્પિક સુધી વધાર્યું ગુજરાતનું ગૌરવ
National Sports Day: ક્રિકેટનો મહા મુકાબલો હોય કે પછી ઓલિમ્પિકસનો ખેલમહાકુંભ ગુજરાતીઓ ક્યાંય પાછા પડે તેમ નથી. અહીં જુઓ એ ગુજરાતીઓની યાદી જેમણે દુનિયાભરમાં ગુજરાતનું ગૌરવ વધારવાનું કામ કર્યું.
National Sports Day: ગુજરાતના યુવાનો સ્પોર્ટસમાં આગળ વધે તે માટે સરકાર કામગીરી કરી રહી છે. ત્યારે હવે ગુજરાતીઓ દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ ડંકો વગાળી રહ્યો છે. વિદેશની ધરતી પર ક્રિકેટ, ટેબલ ટેનિસ, બોક્સિંગ સહિતની રમતમાં ગુજરાતના ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાતની સાથે દેશનું નામ રોશન કરી રહ્યા છે. રમત ગમતમાં યુવાનો આગળ વધે તે માટે સરકારે વિવિધ અભિયાન શરૂ કર્યા છે. સાથે જ શહેર અને જિલ્લા લેવલે કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યા છે. છેવાડાના માનવી સુધી ગુજરાત સરકારની રમત-ગમતની યોજના પહોંચી રહી છે. જેના કારણે ગુજરાતના આંતરિયાળ ગામોના ખેલાડી હવે વિદેશમાં પણ ડંકો વગાળી રહ્યા છે. ગુજરાતના અનેક ખેલાડીઓએ વિદેશની ધરતી પર પોતાની સાથે દેશનું નામ રોશન કર્યુ છે.
રવિન્દ્ર જાડેજા-
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર પોતાની રમતથી ચાહકોનું દિલી જીતતા આવ્યા છે. અનેક મેચમાં તેમણે સારું પરફોર્મન્સ કરીને ટીમને વિજેતા બનાવી છે. ગઈકાલે દુબઈમાં રમાયેલી એશિયા કપની પાકિસ્તાન સામેની મેચમાં રવિન્દ્ર જાડેજાએ સારુ પ્રદર્શન કર્યુ. રવિન્દ્ર જાડેજાએ પાકિસ્તાન સામેની મેચમાં 29 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા.
હાર્દિક પંડ્યા-
ભારતીય ક્રિકેટ ટીમને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના પ્રદર્શનને હમેશાથી જ લોકો વધાવતા આવ્યા છે. ગઈકાલે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યા હીરો બન્યા. હાર્દિક પંડ્યાએ પાકિસ્તાનના 3 ખેલાડીઓને પવેલિયનમાં મોકલ્યા હતા. જ્યારે 17 બોલમાં 33 રન ફટકારીને ભારતીય ટીમને જીત અપાવી હતી. સારા પ્રદર્શનના કારણે હાર્દિક પંડ્યાને પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરાયો હતો. ગઈકાલની મેચમાં રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા વચ્ચે 52 રનની પાર્ટનરશીપ થઈ હતી.
ચેતેશ્વર પૂજારા-
સૌરાષ્ટ્રના આ બૅટ્સમૅન અને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ચેતેશ્વર પૂજાએ પોતાની બેટિંગથી ચાહકોના દિલ જીત્યા છે. ચેતેશ્વર પૂજારાએ અત્યાર સુધીમાં 226 મેચમાં 374 ઇનિંગ્સમાં 51ની એવરેજથી 16948 રન બનાવ્યા છે. તેણે 51 સદી અને 70 અડધી સદી ફટકારી છે. ચેતેશ્વર પૂજારાએ 352 રનની સર્વશ્રેષ્ઠ ઇનિંગ પણ રમી હતી.
હરમિત દેસાઈ-
સુરતના હરમિત દેસાઈ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સુરત સહિત દેશનું નામ રોશન કર્યુ... બર્મિંગહામમાં યોજાયેલ ટેબલ ટેનિસમાં હરમિત દેસાીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટેબલ ટેનિસના ફાઈનલ મેચમાં ભારતે સિંગાપોરને 3-1થી હરાવ્યું હતું. મેન્સ સિંગલ્સની મેચમાં હરમીત દેસાઈએ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ભાવિના પટેલ-
મહેસાણાના વતની ભાવિના પટેલે પેરા ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. પેરા ઓલમ્પિકમાં મેડલ જીતીને ભાવિના પટેલે ઈતિહાસ રચ્યો છે. પેરા ઓલમ્પિકમાં મેડલ જીતનાર ભાવિના પટેલ પ્રથમ ખેલાડી છે.
સરિતા ગાયકવાડ-
ડાંગના આંતરિયાળ વિસ્તારના સરિતા ગાયકવાડે ગુજરાતનું દેશ-દુનિયામાં પોતાનું નામ રોશન કર્યુ. સરિતા ગાયકવાડે 18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4x400 મીટર રીલે દોડમાં દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. સરિતા ગાયકવાડે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો. ગોલ્ડમેડલિસ્ટ દોડવીર સરિતા ગાયકવાડની રાજ્ય સરકારે DySP તરીકે નિમણૂક કરી છે
અંકિતા રૈના-
ગુજરાતની અંકિતા રૈના ટોકિયો ઓલમ્પિકમાં ક્વોલિફાય કરનારી ગુજરાતની પ્રથમ મહિલા એથલિટ છે. અમદાવાદની 21 વર્ષીય અંકિતાએ 8 વર્ષની ઉમરે ટેનિસની પ્રથમ સ્પર્ધા જીતી હતી. અંકિતાએ અત્યાર સુધીમા ઘણા ખિતાબ પોતાના નામે કર્યા છે.
માના પટેલ-
ગુજરાતના 21 વર્ષીય માના પટેલે સ્વિમિંગમાં ટોક્યો ઓલમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. માના પટેલ અમદાવાદના રહેવાસી છે. માના પટેલે ટોકિયો ઓલ્મપિકમાં જાપાન ઓલમ્પિકસમાં 100 મીટરના બેકસ્ટ્રોકમાં ભાગ લીધો હતો. આ પહેલા માના પટેલ 2015માં પણ ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતી હતી. અત્યાર સુધીમાં તે ચાર સિલ્વર અને એક ગોલ્ડ જીતી ચૂકી છે.