નવી દિલ્હીઃ ઈંગ્લિશ કાઉન્ટી તરફથી કેન્ટે શુક્રવારે જાહેરાત કરી કે તેણે ભારતના ફાસ્ટ બોલર નવદીપ સૈની સાથે કાઉન્ટી ચેમ્પિયનશિપની ત્રણ મેચ અને રોયલ લંડન કપની પાંચ મેચો માટે કરાર કર્યો છે. 29 વર્ષીય સૈનીએ 2 ટેસ્ટ, 8 વનડે અને 11 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ક્રમશઃ 2, 6 અને 13 વિકેટ લઈને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાંબા સમયથી હતો બહાર
તે છેલ્લે શ્રીલંકાના ભારત પ્રવાસ દરમિયાન ટીમ તરફથી નિર્ધારિત ઓવર ક્રિકેટમાં રમ્યો હતો. સૈની ડોમેસ્ટિક ક્રિકેટમાં દિલ્હી તરફથી રમે છે અને તે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સનો સભ્ય હતો. સૈની, ચેતેશ્વર પુજારા (સસેક્સ), વોશિંગટન સુંદર (લંકાશાયર), કૃણાલ પંડ્યા (વાર્વિકશાયર), અને ઉમેશ યાદવ (મિડલસેક્સ) બાદ 2022માં ઈંગ્લિશ ઘરેલૂ ક્રિકેટ સીઝન માટે સાઇન અપ થનાર પાંચમો ભારતીય ખેલાડી બની ગયો છે. 


આ પણ વાંચોઃ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર કોહલીને આરામ આપવા મુદ્દે પસંદગીકારો પર ભડક્યા કપિલ દેવ


કાઉન્ટીમાં દેખાડશે દમ
કેન્ટે તે પણ કહ્યું કે ફાસ્ટ બોલર સૈની પોતાની પસંદગીનો શર્ટ નંબર 96 પહેરશે અને રાહુલ દ્રવિડના માર્ગ પર ચાલીને કાઉન્ટી માટે રમનાર બીજો ભારતીય ટેસ્ટ ક્રિકેટર બનશે. સૈનીએ કહ્યુ- આ કાઉન્ટી ક્રિકેટ રમવાની શાનદાર તક છે અને હું કેન્ટ માટે પોતાના 100 ટકા આપવા માટે ઉત્સુક છું. કેન્ટના ક્રિકેટ ડાયરેક્ટર પોલ ડાઉટને કહ્યુ- એવા વર્ષમાં જ્યારે વિકેટ લેવી મુશ્કેલ થઈ ગઈ છે, અમે અમારી ટીમમાં નવદીપને સામેલ કરીને ઉત્સાહિત છીએ. 


સૈનીએ જૂનમાં લીસેસ્ટરશાયર વિરુદ્ધ ચાર દિવસીય અભ્યાસ મેચમાં ભારતની બીજી ઈનિંગમાં 55 રન આપી ત્રણ વિકેટ લીધી હતી, પરંતુ એજબેસ્ટનમાં રમાયેલી પાંચમી ટેસ્ટમાં બહાર રહ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube