ICC ODI World Cup 2023: ભારતીય ટીમે ધમાકેદાર અંદાજમાં શ્રીલંકાને 302 રનથી પરાજય આપ્યો છે. આ મેચમાં ભારતીય ટીમ માટે ફાસ્ટ બોલરોએ કમાલનું પ્રદર્શન કર્યું. ભારતીય બોલરો સામે શ્રીલંકન ટીમ ધરાશાયી થઈ હતી. વનડે વિશ્વકપમાં રોહિત શર્માની ટીમ કમાલનું પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી સાત મેચ રમી સાત જીત મેળવી છે. શ્રીલંકા સામે મોટી જીત  સાથે ટીમ ઈન્ડિયાએ વિશ્વકપ 2023ના સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે કર્યું દમદાર પ્રદર્શન
વિશ્વકપમાં સેમીફાઈનલમાં પ્રવેશ કરનારી ભારત પ્રથમ ટીમ બની ગઈ છે. હવે સેમીફાઈનલ માટે ત્રણ જગ્યા ખાલી છે અને ત્રણ સ્થાન ભરવા માટે 5 ટીમો વચ્ચે ટક્કર છે. સેમીફાઈનલ માટે હવે સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝેલન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે. તેમાંથી સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની સેમીફાઈનલમાં પહોંચવાની આશા વધુ છે. કારણ કે આ ત્રણેય ટીમોની નેટ રનરેટ પ્લસમાં છે. 


સેમીફાઈનલની રેસમાં છે આ પાંચ ટીમો
1. સાઉથ આફ્રિકા

ભારતીય ટીમની જીત સાથે સાઉથ આફ્રિકાને નુકસાન થયું છે અને તે બીજા નંબર પર પહોંચી ગઈ છે. સાઉથ આફ્રિકાએ 7 મેચ રમી છે અને 6 જીત સાથે તેના 12 પોઈન્ટ છે. આફ્રિકાએ હવે ભારત અને અફઘાનિસ્તાન સામે રમવાનું છે. જો સાઉથ આફ્રિકાની ટીમ ભારત સામે હારી જાય અને અફઘાનિસ્તાન સામે જીતે તો તે 14 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં ક્વોલીફાઈ કરી લેશે. 


2. ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાની ટીમે અત્યાર સુધી વિશ્વકપ 2023માં 6 મેચ રમી છે અને ચાર જીત મેળવી છે 8 પોઈન્ટ અને પ્લસ 0.970 નેટ રનરેટની સાથે ટીમ ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની ટીમે બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન સામે મેચ રમવાની છે. ઓસ્ટ્રેલિયાની ટીમ બે જીત મેળવીને સેમીફાઈનલમાં પહોંચી શકે છે. 


3. ન્યૂઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડની ટીમે વિશ્વકપ 2023માં 7 મેચ રમી છે અને ચાર જીત મેળવી છે. ત્રણ મેચમાં કીવી ટીમનો પરાજય થયો છે. ન્યૂઝીલેન્ડની ટીમ 8 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. ન્યૂઝીલેન્ડે પોતાની બાકી બે મેચ પાકિસ્તાન અને શ્રીલંકા સામે રમવાની છે. ન્યૂઝીલેન્ડ આ બે મેચ જીતીને સેમીફાઈનલમાં પહોંચી શકે છે. 


4. પાકિસ્તાન
પાકિસ્તાનની ટીમે વિશ્વકપ 2023માં અત્યાર સુધી 7 મેચ રમી છે અને 3 જીત હાસિલ કરી છે. તેણે ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનના 6 પોઈન્ટ છે અને ટેબલમાં પાંચમાં સ્થાને છે. પાકિસ્તાને ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામે રમવાનું છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાને તેની બંને મેચ મોટા અંતરથી જીતવી પડશે અને અન્ય ટીમોના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. 


5. અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાનની ટીમે વર્તમાન વિશ્વકપમાં 6 મેચ રમી છે, જેમાં ત્રણમાં જીત મેળવી છે. ટીમ 6 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. અફઘાનિસ્તાને નેધલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે રમવાનું છે. જો અફઘાન ટીમ બાકીની ત્રણેય મેચ જીતે તો તે સેમીફાઈનલમાં પહોંચી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube