નવી દિલ્હીઃ નેપાળે બુધવારે ક્રિકેટ જગતમાં ધમાકેદાર પ્રદર્શન કરતા ઈતિહાસ રચી દીધો છે. તેણે અમેરિકાને માત્ર 35 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ વનડે આંતરરાષ્ટ્રીય ઈતિહાસમાં સંયુક્ત રૂપથી બીજા સૌથી ઓછા સ્કોરનો વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા 2004માં શ્રીલંકાએ ઝિમ્બાબ્વેને 35 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુરૂષોના આઈસીસી ક્રિકેટ વર્લ્ડ લીગ-2ના 30માં મુકાબલામાં આ અદ્ભુત રેકોર્ડ બન્યો હતો. ત્રિભુવન યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડ કીર્તિપુર (નેપાળ)માં રમાયેલી આ મેચમાં અમેરિકાની ટીમ 12 ઓવરોમાં 35 રનમાં ઢેર થઈ ગઈ હતી. નેપાળના સ્ટાર લેગ સ્પિનર સંદીપ લામિછાનેએ 16 રન આપીને 6 વિકેટ ઝડપી (6-1-16-6), જ્યારે અન્ય એક સ્પિનર સુશાન ભારીએ 5 રન આપીને ચાર વિકેટ (3-1-5-4) ઝડપી હતી. 


અમેરિકાની ઈનિંગ 72 બોલમાં પૂરી થઈ ગઈ હતી. બોલની વાત કરીએ તો આ સૌથી નાની ઈનિંગ હતી. આ પહેલા સૌથી ઓછા બોલમાં ઈનિંગ પૂરી થવાનો રેકોર્ડ 2017માં બન્યો હતો, જ્યારે અફઘાનિસ્તાન વિરુદ્ધ ઝિમ્બાબ્વેની ટીમ 83 બોલમાં 54 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. 


આ મેચ 104 બોલ (72+32)માં પૂરી થઈ ગઈ હતી. એટલે કે પરિણામ હાસિલ કરવા પ્રમાણે આ મેચ ઓથી ઓછા બોલ વાળી વનડે આંતરરાષ્ટ્રીય મેચ બની ગઈ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર