ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો, ડાયમંડ લીગ ફાઈનલ જીતનારો પહેલો ભારતીય બન્યો
જ્યુરિખમાં રમાયેલી ફાઈનલમા નીરજ ચોપરાએ સિદ્ધિ મેળવતા ટાઈટલ પોતાના નામે કર્યુ. 24 વર્ષના નીરજ ચોપરાએ 88.44 મીટરના બેસ્ટ થ્રો સાથે ટાઈટલ જીત્યું. ચેક ગણરાજ્યના જેકબ અને જર્મનીના જુલિયનને પછાડ્યા હતા.
જ્યુરિખ: નીરજ ચોપડા એક એવું નામ છે જેણે સ્પોટ્સની દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું છે. ભારતના સ્ટાર ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. નીરજ ચોપરાએ જ્યુરિખમાં રમાયેલી ડાયમંડ લીગની ફાઈનલમાં 88.44 મીટરના બેસ્ટ થ્રો સાથે ટાઈટલ જીત્યું. નીરજ આ ટાઈટલ જીતનારો પહેલો ભારતીય એથ્લેટ છે. નીરજે ચેક ગણરાજ્યના જેકબ વાડલેચ અને જર્મનીના જુલિયન વેબરને પછાડીને ટાઈટલ જીતી લીધું.
આ પહેલાં નીરજે વર્ષ 2017 અને 2018માં પણ ફાઈનલ માટે ક્વોલિફાય કર્યુ હતું. જ્યાં તે સાતમા અને ચોથા નંબરે રહ્યો હતો. પરંતુ 2022માં નીરજે ડાયમંડ લીગની ટ્રોફી જીતીને વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. એટલે કે નીરજ પાસે તમામ મેજર ટાઈટલ છે.
નીરજ ચોપરાએ અત્યાર સુધી કયા-કયા ટાઈટલ જીત્યા તેના પર નજર કરીએ તો 2016માં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીત્યો. 2017માં એશિયન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો. 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. 2018માં જકાર્તામાં રમાયેલ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. 2021માં ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. 2022 ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ જીત્યો. 2022માં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.