Gold Medal in Olympics: હરિયાણા કે છોરે ને લઠ્ઠ ગાડ દિયા, જાણો Neeraj Chopraની ગોલ્ડ સુધીની સફર
![Gold Medal in Olympics: હરિયાણા કે છોરે ને લઠ્ઠ ગાડ દિયા, જાણો Neeraj Chopraની ગોલ્ડ સુધીની સફર Gold Medal in Olympics: હરિયાણા કે છોરે ને લઠ્ઠ ગાડ દિયા, જાણો Neeraj Chopraની ગોલ્ડ સુધીની સફર](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2021/08/07/342103-gold-medal-neeraj-chopra.jpg?itok=RJ5JxqaP)
ટોક્યો ઓલિમ્પિકમાં (tokyo olympics 2020) ભારતીય જેવલિય થ્રોઅર નીરજ ચોપડાએ (Neeraj Chopra) ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. જેવલિન થ્રો ફાઇનલમાં નીરજે 87.58 મીટર ફેંકી ગોલ્ડ (gold medal) પોતાના નામે કર્યો હતો
નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં (tokyo olympics 2020) ભારતીય જેવલિય થ્રોઅર નીરજ ચોપડાએ (Neeraj Chopra) ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. જેવલિન થ્રો ફાઇનલમાં નીરજે 87.58 મીટર ફેંકી ગોલ્ડ (gold medal) પોતાના નામે કર્યો હતો. ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ નીરજ તેના ગ્રુપમાં ટોપ પર રહ્યો હતો.
એક ખેડૂત પરિવારમાંથી આવે છે નીરજ
નીરજ ચોપડા (Neeraj Chopra) હરિયાણાના પાણીપત જિલ્લાના ખાંદ્રા ગામનો રહેવાસી છે. તેનો જન્મ 24 ડિસેમ્બર 1997 ના રોજ થયો હતો. તેના પિતા સતીશ કુમાર ખેડૂત છે. ખેતી કરી ઘરનો ખર્ચો ચાલતા હતા. નીરજે શાળા અભ્યાસ ચંડીગઢથી કર્યો છે. અભ્યાસની સાથે તેને પિતા અને કાકા સાથે ખેતરમાં જઈ કામ કરવું પસંદ હતું. નીરજ ચોપડાના હાલના કોચ ઓઉ હોન છે. નીરજ ચોપડા અઠવાડીયામાં છ દિવસ છ કલાક ટ્રેનિંગ કરે છે.
તેણે 2016 માં પોલેન્ડમાં IAAF વર્લ્ડ U-20 ચેમ્પિયનશિપમાં 86.48 મીટર ભાલો ફેંકીને ગોલ્ડ જીત્યો, ત્યારબાદ તેને સેનામાં જુનિયર કમિશનર ઓફિસર તરીકે નોકરી મળી.
આ પણ વાંચો:- Tokyo Olympics: પાણીપુરી ખાવાના શોખીન છે નીરજ ચોપડા, બ્રેડ આમલેટ તો ગમે ત્યારે આપો
આ રીતે શરૂ થઈ નીરજની જેવલિન થ્રોઅર બનવાની સફર
નીરજને (Neeraj Chopra) પહેલા જેવલિન થ્રોનો શોખ ન હતો. તે બાળપણમાં ખુબ જ મેદસ્વી હતો અને 11 વર્ષની ઉંમરે પરિવારના સભ્યોએ તેને સ્થૂળતા દૂર કરવા માટે રમવા કહ્યું હતું. પાણીપતના શિવાજી સ્ટેડિયમમાં નીરજ રમવા માટે જવા લાગ્યો. ત્યાં તેને સ્ટેડિયમમાં જેવલિન થ્રોની પ્રેક્ટિસ કરતા ખેલાડીઓને જોયા. ત્યારબાદ તેનું મન આ ગેમ પર આવ્યું. ત્યારથી નીરજ ચોપડાના જીવનમાં જેવલિન થ્રોની એન્ટ્રી થઈ.
આ પણ વાંચો:- જય હો! ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતનો પ્રથમ મેડલ, ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપડાને ગોલ્ડ
ગોલ્ડ જીતવા સુધી મહેનત
ચોપડાની (Neeraj Chopra) પ્રથમ યાદગાર જીત 2012 માં લખનઉમાં નેશનલ જુનિયર ચેમ્પિયનશિપમાં મળી હતી. તે ટુર્નામેન્ટમાં, ચોપડાએ અન્ડર-16 ઇવેન્ટમાં 68.46 મીટરના થ્રો સાથે રાષ્ટ્રીય વય-જૂથ રેકોર્ડ બનાવ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો. 2013 ની નેશનલ યુથ ચેમ્પિયનશિપમાં નીરજે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું. તેણે તે વર્ષે યુક્રેનમાં યોજાનારી IAAF વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં બીજુ સ્થાન મેળવ્યું.
આ પણ વાંચો:- Neeraj Chopra એ ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ મેડલ, PM અને રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા
ઓલ-ઇન્ડિયા ઇન્ટર-યુનિવર્સિટી ચેમ્પિયનશિપમાં નીરજે (Neeraj Chopra) વર્ષ 2015 માં 81.04 મીટર ભાલો ફેંકીને આ વય જૂથનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. નીરજ ચોપડા વર્ષ 2016 માં હાઈલાઈટ થયો હતો, જ્યારે તેણે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 86.48 મીટર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 2018 ની ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં નીરજે 86.47 મીટર ભાલો ફેંક્યો અને ગોલ્ડ મેડલ જીત્યો.
આ સિવાય નીરજે (Neeraj Chopra) એશિયન ગેમ્સ 2018 માં 88.06 મીટર ભાલો ફેંકીને અને ભારતને ભાલા ફેંકમાં પ્રથમ ગોલ્ડ અપાવતા પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું.
આ પણ વાંચો:- Tokyo Olympics: નીરજ ચોપડાએ રચ્યો ઇતિહાસ, ઓલમ્પિકમાં 13 વર્ષ બાદ ભારતને અપાવ્યો ગોલ્ડ
ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ ટોપ કર્યું નીરજે
ટોક્યો ઓલિમ્પિકમાં જેવલિન થ્રો એટલે ભાલા ફેંકીને ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ નીરજ ચોપડા (Neeraj Chopra) પહેલા નંબરે રહ્યો હતો. તેમણે જેવલિન થ્રોમાં ગોલ્ડનો દાવેદાર જરૂર માનવામાં આવી રહ્યો હતો. જે રીતે આ ખેલાડીએ પ્રદર્શન કર્યું, આજે આખો દેશ તેની પ્રશંસા કરી રહ્યો છે.
આ પણ વાંચો:- Tokyo Olympics: ભારતના ખાતામાં વધુ એક મેડલ, રેસલર બજરંગ પૂનિયાએ જીત્યો બ્રોન્ઝ
નીરજ ચોપડાએ રચ્યો ઇતિહાસ
જેવલિન થ્રો ફાઈનલમાં નીરજ ચોપડા (Neeraj Chopra) શરૂઆતથી જ સૌથી આગળ રહ્યો. તેણે પોતાના પ્રથમ પ્રયાસમાં પ્રયત્નમાં 87.03 મીટરનું અંતર નક્કી કર્યું. ત્યારે બીજા પ્રયાસમાં તેમણે 87.58 મીટરનું અંતર નક્કી કર્યું. આ સાથે જ તેણે ક્વોલિફિકેશન રેકોર્ડથી પણ વધારે દુર ભાલો ફેંક્યો છે. જેવલિન થ્રોમાં આ ભારતનો અત્યાર સુધીનો સૌથી પહેલો મેડલ છે. એટલું જ નહીં એથલિટિક્સમાં પણ ભારતનો આ પ્રથમ મેડલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube