Tokyo Olympics: નીરજ ચોપડાએ ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ મેડલ, PM અને રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા
ટોક્યો ઓલમ્પિકમાં આ ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ સાથે જ પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિએ પણ ગોલ્ડ મેડલ જીતવા બદલ શુભેચ્છા પાઠવી છે.
નવી દિલ્હી: Tokyo Olympics: નવી દિલ્હી: ભારતીય જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક) નીરજ ચોપડા (Neeraj Chopra) ટોક્યો ઓલમ્પિકના જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક) માં ઇતિહાસ રચ્યો છે. તેમણે ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જેથી આખો દેશ તેમને શુભેચ્છા પાઠવી રહ્યો છે. ટોક્યો ઓલમ્પિકમાં આ ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. દેશવાસીઓ સાથે-સાથે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિએ પણ ગોલ્ડ મેડલ જીતવા બદલ શુભેચ્છા પાઠવી છે.
નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીતતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું- ‘ ટોક્યોમાં ઇતિહાસ રચાઇ ગયો છે! આજે જે પ્રાપ્ત કર્યું છે તેને હંમેશા યાદ કરવામાં આવશે. યુવા નીરજે અસાધરણ રૂપથી સારું પ્રદર્શન કર્યું છે. તેમણે ઉલ્લેખનીય જુનૂન સાથે રમત રમી અને અદ્વિતિય ધૈર્ય બતાવ્યું. ગોલ્ડ જીતવા માટે તેમને શુભેચ્છા.’
નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીતતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું- ‘નીરજ ચોપડાની અભૂતપૂર્વ જીત! તમારો સોનેરી ભાલો તમામ વિઘ્નોને તોડીને ઇતિહાસ રચે છે. તમે તમારા પ્રથમ ઓલમ્પિકમાં ભારતને પહેલીવાર ટ્રેક અને ફીલ્ડ પદક અપાવો છો. તમારો કરતબ આપણા યુવાનોને પ્રેરણા આપશે. ભારત ઉત્સાહિત છે! હાર્દિક શુભેચ્છા!’
રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ નીરજ ચોપડાને ગોલ્ડ મેડલ જીતતા શુભેચ્છા પાઠવી છે.