Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સમાં તમામની નરજ ઓલિમ્પિક્સ ચેમ્પિયન નીરજ ચોપરાના પ્રદર્શન પર રહશે, પરંતુ મુરલી શ્રીશંકર અને અવિનાશ સાબલે પણ પદના મજબૂજ દાવેદારોમાં સામેલ છે. જેનાથી ભારતીય એથ્લેટિક્સ ટીમની નજર બર્મિંગહામમાં આગામી તબક્કામાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર રહશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણા ખેલાડીઓ પાસે મેડલની આશા
મહિલા ભાલા ફેંકનાર એથ્લીટ અનુ રાની અને 38 વર્ષની અનુભવી ફ્લાય વ્હીલ ફેંકનાર એથ્લીટ સીમા અંતિલ પોડિયમ સ્થાન પ્રાપ્ત કરી શકે છે. જ્યારે ભારતના પુરૂષની ટ્રિપલ જમ્પ સ્પર્ધામાં એકથી વધારે પદક જીતવાની આશા છે. ઘણા વિશ્વ સ્તરીય ખેલાડીઓના આવવાથી ભારત 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી યોજનાર રમતોમાં અડધો ડઝન પદકની આશા લગાવશે.


યુજવેન્દ્રના બર્થ-ડે પર પત્નીએ કરી ખાસ પોસ્ટ, ધનશ્રીએ કહ્યું- લાઈફ એક યાત્રા છે, પરંતુ...


2010 માં કર્યું હતું શાનદાર પ્રદર્શન
દેશનું એથ્લેટિક્સમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન દિલ્હી 2010 કોમનવેલ્થ ગેમ્સમાં હતું, જેમાં બે ગોલ્ડ, 3 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ ટ્રેક એન્ડ ફીલ્ડ સ્પર્ધાના ખાતામાં હતા. તે પ્રદર્શનની બરાબરી કરવી જોકે નિશ્ચિત રૂપથી મુશ્કેલ હશે પરંતુ ભારતીય પોતાનું બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવાનું વિચારશે. અત્યાર સુધી ભારતીય એથ્લેટિક્સ ટુકડીનું બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2014 અને 2018 ની આવૃત્તિમાં રહ્યું છે જેમાં 3 મેડલ (1 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ) જીત્યા હતા.


તારક મહેતાના આ શોમાં જેઠાલાલની લાગી હતી વાટ, 'મલખાને' આ રીતે બચાવ્યા


વર્લ્ડ ચેમ્પિયનશીપ બાદ બર્મિંગહામ પહોંચ્યા એથ્લીટ
અમેરિકાના યુજેનમાં ચાલી રહેલી વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચેલા તમામ 6 ભારતીય ત્યારબાદ સીધા બર્મિંગહામ પહોંચશે. કોમનવેલ્થ ગેમ્સની એથ્લેટિક્સ ઇવેન્ટમાં 28 મેડલ (5 ગોલ્ડ, 10 સિલ્વર અને 13 બ્રોન્ઝ) છે, જેમાં દિગ્ગજ મહાન એથ્લીટ મિલ્ખા સિંહે 1958 માં પુરૂષોની 440 યાર્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. લોન્ગ જંપની એથ્લીટ એશ્વર્યા મેડલની દાવેદારીમાં સામેલ થઈ શકે છે કારણ કે ગયા મહિને રાષ્ટ્રીય આંતરરાજ્ય ચેમ્પિયનશીપમાં 11.14 મીટર કૂદકો લગાવ્યો હતો.


સિગરેટ-તમાકુનું સેવન કરનારા જાણી લો સરકારની નવી ગાઈડલાઈન, કેમ કરાયો ફેરફાર?


નીરજ ચોપડાનો માર્ગ છે સરળ
ગત ચેમ્પિયન ચોપરાને જોકે ગોલ્ડ મેડલ માટે નિશ્ચિત દાવેદાર નથી કારણ કે, તે પહેલા સ્થાન માટે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ સામે ટકરાશે. પીટર્સે 2018 ગોલ્ડ કોસ્ટ ગેમ્સમાં 82.20 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. જ્યારે ચોપરાએ 86.47 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ગોલ્ડ જીત્યો હતો. પરંતુ ત્યારબાદ પીટર્સે 2019 ની વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી અને આ વર્ષે ત્રણ વખત 90 મીટરથી વધુ થ્રો કર્યો છે. ચોપરાએ બે વાર પીટર્સને પછાળ્યો છે જ્યારે ગ્રેનાડાના 24 વર્ષીય એથ્લીટે આ વર્ષે ત્રણ સ્પર્ધામાં માત્ર એક જ વખત ભારતીય પર ભારે પડ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube