Neeraj Chopra: મોટો ઝટકો!, નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સમાંથી થયા બહાર, ખાસ જાણો કારણ
Commonwealth Games 2022: બર્મિંઘમમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2022 શરૂ થાય તે પહેલા જ ભારતને મોટો ઝટકો મળ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા જેવલિન થ્રોઅર નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયા છે.
Neeraj Chopra: બર્મિંઘમમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2022 શરૂ થાય તે પહેલા જ ભારતને મોટો ઝટકો મળ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા જેવલિન થ્રોઅર નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયા છે. તાજેતરમાં વર્લ્ડ એથલેટિક્સમાં સિલ્વર મેડલ જીતનારા નીરજ ચોપડા સ્પર્ધા દરમિયાન ઈજાગ્રસ્ત થતા કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થયા છે.
ભારત હંમેશા કોમનવેલ્થ ગેમ્સમાં સારું પ્રદર્શન કરે છે અને ટોપ 3માં પોતાની જગ્યા બનાવે છે. આ વખતે બધાને આશા હતી કે નીરજ ચોપડાના કારણે જેવલિન થ્રોમાં ભારતને ગોલ્ડ મેડલ પાક્કો મળી શકે છે. પરંતુ હવે ઈજાગ્રસ્ત નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવાના નથી. IOA ના જનરલ સેક્રેટરી રાજીવ મહેતાએ એએનઆઈ ન્યૂઝ એજન્સી સાથે કરેલી વાતચીત દરમિયાન કન્ફર્મ કર્યું કે વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં ઘાયલ થયેલા નીરજ ચોપડા ઈજામાંથી ફીટ થઈ શક્યા નથી અને આથી તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ નહીં લે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube