World Athletics Championships 2022: વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં નીરજ ચોપડાએ કમાલ કર્યો છે. આ વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતેય બની ગયા છે. નીરજની શરૂઆત ખૂબ જ ખરાબ થઇ હતી. પરંતુ પછી તેમણે પોતાના પ્રદર્શનમાં સુધારી કરીને મેડલ પર કબજો જમાવી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Neeraj Chopra એ જીત્યો મેડલ
વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં નીરજ ચોપરાની શરૂઆત સારી રહી ન હતી. નીરજ ચોપરાનો પ્રથમ થ્રો ફાઉલ સાબિત થયો હતો. પહેલા પ્રયાસમાં તે ફેલ સાબિત થયા હતા. નીરજ ચોપરાએ બીજા રાઉન્ડમાં 82.39 મીટર દૂર ભાલો ફેંક્યો. નીરજ ચોપરાએ ત્રીજા રાઉન્ડમાં પોતાના પ્રદર્શનમાં સુધારો કર્યો છે. તેમણે 86.37 મીટર ભાલો ફેંક્યો. ચોથા પ્રયત્નમાં નીરજે પોતાના અનુભવનો ફાયદો ઉઠાવ્યો અને 88.13 મીટર થ્રોએ તેમને રજત પદકની દોડમાં સામેલ કરી દીધા. નીરજ ચોપરાનો પાંચમો થ્રો ફાઉલ થયો હતો. નીરજનો છઠ્ઠો થ્રો પણ ફાઉલ થયો હતો. મુકાબલામાં તેમના કુલ 3 થ્રો ફાઉલ થયા હતા. 


મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ
ભારતે વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં 18 વર્ષ પહેલાં કાંસ્ય પદક જીત્યો હતો. વર્ષ 2003 માં દિગ્ગજ એથલીટ અંજૂ બોબી જોર્જે લોન્ગ જંપમાં ભારતને કાંસ્ય પદક અપાવ્યો હતો. વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન પહેલીવાર 1983 માં કરવામાં આવ્યું હતું. ત્યારથી ભારત આ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી શક્યું નથી. નીરજ ચોપરાએ ઇતિહાસ રચતાં ક્વાલિફાયર ઇવેન્ટમાં પહેલાં જ થ્રોમાં 88.39 મીટર સ્કોર કરતાં ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. હવે તે આ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ બની ગયા છે. 


નીરજ ચોપડા અને એન્ડરસન પીટર્સમાં થઇ શકે રોમાચંક જંગ
વર્લ્ડના નંબર વન ગ્રેનેડાના જેવલિન થ્રોઅર એન્ડરસન અને પીટર્સ અને વર્લ્ડમાં ચોથી સ્થાન પ્રાપ્ત કરનાર નીરજ ચોપડાની વચ્ચે રોમાંચક મુકાબલાની આશા છે. બંને વચ્ચે હાલની સીઝન પાછળ કેટલાક મુકાબલામાં જોરદાર ટક્કર જોવા મળી હતી. ગોલ્ડ ગ્રેનેડાના એન્ડરસન પીટર્સે જીત્યો. 


ગત વખતે ઇજાના કારણે રમી શક્યા ન હતા નીરજ
24 વર્ષના ભારતીય સ્ટાર ગત સીઝનમાં ખૂણીમાં સર્જરીના કારણે રમી શક્યા ન હતા. સાથે જ 2017ની સીઝનમાં તે ફાઇનલ માટે ક્વાલિફાઇ કરી શક્યા ન હતા. તેમણે 82.26 મીટરનો સ્કોર કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube