Neeraj Chopra Gold Medal: નીરજ ચોપડાએ મિલ્ખા સિંહને સમર્પિત કર્યો મેડલ, જુઓ મિલ્ખા સિંહે ભાવુક થઈ કહી આ વાત
Neeraj Chopra Gold Medal: ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંક એથ્લીટ નીરજ ચોપડાએ શનિવારે ગોલ્ડ મેડલ જીતી ભારત માટે આ ઓલિમ્પિક યાદગાર બનાવી દીધી છે.
નવી દિલ્હીઃ Neeraj Chopra Gold Medal: ટોક્યો ઓલિમ્પિકમાં શનિવારનો દિવસ ભારત માટે ખુશીઓ લઈને આવ્યો હતો. એક તરફ નીરજ ચોપડાએ દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો, તો બીજી તરફ રેસલર બજરંગ પૂનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાએ પોતાની આ ઐતિહાસિક સિદ્ધિને દિગ્ગજ ધાવક મિલ્ખા સિંહને સમર્પિત કરી. ફ્લાઇંગ શીખના નામથી જાણીતા મિલ્ખા સિંહનું જૂનમાં કોરોનાને કારણે નિધન થયું હતું. ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ ચોપડાએ કહ્યુ- મિલ્ખા સિંહ સ્ટેડિયમમાં રાષ્ટ્રગાન સાંભળવા ઈચ્છતા હતા. હવે તે આ દુનિયામાં નથી પરંતુ તેમનું સપનું પૂરુ થઈ ગયું.
મિલ્ખા સિંહના પુત્ર થયા ભાવુક
નીરજ તરફથી મળેલા આ સન્માનથી મિલ્ખા સિંહના પુત્ર અને સ્ટાર ગોલ્ફર જીવ મિલ્ખા સિંહ ભાવુક થઈ ગયા અને તેમણે દિલથી નીરજનો આભાર માન્યો છે. જીવે ટ્વિટર પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા લખ્યુ- પિતાજી વર્ષોથી તેની રાહ જોઈ રહ્યા હતા. એથ્લેટિક્સમાં પ્રથમ ગોલ્ડ મેડલથી તેમનું સપનું આખરે સાકાર થયું. આ ટ્વીટ કરતા હું રડી રહ્યો છું. મને વિશ્વાસ છે કે ઉપર પિતાજીની આંખોમાં પણ આંસુ હશે. આ સપનું સાકાર કરવા માટે આભાર.
Tokyo Olympics: 'આ અકલ્પનીય લાગે છે', ગોલ્ડ જીત્યા બાદ કંઈ આ રીતે ભાવુક થયો Neeraj Chopra
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube