નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં (tokyo olympic) કુસ્તીબાદ બજરંગ પુનિયાએ (Bajrang Punia) ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યાના થોડા સમય બાદ સ્ટાર જેવેલિન થ્રો ખેલાડી નીરજ ચોપડાએ આજે (શનિવારે) ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. નીરજ ચોપડાએ (Neeraj Chopra) 87.58 મીટર ભાલો ફેંકી પોતાના નામે આ મેડલ કર્યો છે. ઓલિમ્પિકના ટ્રેક એન્ડ ફિલ્મમાં ભારતનો આ પ્રથમ મેડલ છે. આ સાથે શૂટર અભિન બિન્દ્રા બાદ ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગેમ્સમાં ગોલ્ડ જીતનાર બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. ટોક્યોમાં ભારતનો આ 7 મો મેડલ છે. આ સાથે ભારતે લંડન ઓલિમ્પિક્સ 2012 માં 6 મેડલ્સના શ્રેષ્ઠ પ્રદર્શનને પાછળ છોડી દીધું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીરજે પહેલા પ્રયાસ માં 87.03 મીટર અને બીજા પ્રયાસમાં 87.58 મીટર ભાલો ફેંક્યો, આ સાથે જ તેના નામે ગોલ્ડ મેડલ પાક્કો થઈ ગયો હતો. કેમ કે, તે બંને રાઉન્ડમાં ટોપ પર રહ્યો હતો. તેણે ત્રીજા પ્રયાસમાં 76.79 મીટર થ્રો કર્યો હતો. બીજા નંબર પર જર્મન ખેલાડી અને ગોલ્ડ મેડલનો દાવેદાર માનવામાં આવાતા વી. ઝકૂબે તે દરમિયાન બીજો અને ત્રીજો પ્રયાસ ફાઉલ કર્યો અને છેલ્લા પ્રયાસમાં 86.67 મીટર ભાલો ફેંક્યો હતો.


આ પણ વાંચો:- Neeraj Chopra એ ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ મેડલ, PM અને રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા


2008 માં અભિનવ બિન્દ્રાએ રચ્યો હતો ઇતિહાસ
13 વર્ષ પહેલા અભિનવ બિન્દ્રાએ મીટર એર રાયફલ સ્પર્ધામાં ભારતને ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. 11 ઓગસ્ટ 2008 ના બેઇજિંગ ઓલિમ્પિક ઓલિમ્પિક ગેમ્સની વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો.


ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ રહ્યો હતો ટોપર
નીરજને ક્વોલિફિકેશન રાઉન્ડના પ્રથમ પ્રયાસમાં જ 86.65 મીટરના થ્રો સાથે ફાઈનલ માટે ક્વોલિફાય કરી ભારતને મેડલ અપાવવાની આશા વધારી હતી. નીરજ ગ્રુપ-એમાં પહેલા સ્થાન પર રહ્યો હતો. ત્યારબાદ તેણે ગોલ્ડ લાવવાની સંભાવના વધારી હતી.


આ પણ વાંચો:- Tokyo Olympics: નીરજ ચોપડાએ રચ્યો ઇતિહાસ, ઓલમ્પિકમાં 13 વર્ષ બાદ ભારતને અપાવ્યો ગોલ્ડ


ટોક્યોમાં ભારત માટે મેડલ જીતનાર ખેલાડીઓ
1. વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુ: મણિપુરની 26 વર્ષીય વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે પ્રથમ સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે 202 કિલો (87 કિગ્રા + 115 કિગ્રા) ઉપાડીને મહિલાઓના 49 કિગ્રામાં સિલ્વર જીત્યો.


2. બોક્સર લોવલીના બોરગોહેન: ભારતની સ્ટાર બોક્સર લોવલીના બોરગોહેને તુર્કીની ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન બુસેનાઝ સુરામેનેલી સામે મહિલા વેલ્ટરવેઇટ (69 કિગ્રા) સેમિફાઇનલમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.


આ પણ વાંચો:- Tokyo Olympics: ભારતના ખાતામાં વધુ એક મેડલ, રેસલર બજરંગ પૂનિયાએ જીત્યો બ્રોન્ઝ


3. શટલર પીવી સિંધુ: સિંધુએ મહિલા બેડમિન્ટનના સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણીએ ચીનના હી બિંગ શિયાઓને 2-0 થી હરાવી હતી. ઓલિમ્પિકમાં આ તેમનો રેકોર્ડ બીજો મેડલ હતો.


4. કુસ્તીબાજ રવિ દહિયા: ભારતીય કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ પુરૂષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા ફાઇનલમાં રશિયન ઓલિમ્પિક સમિતિ (આરઓસી) ના ઝાયુર ઉગાયેવ સામે 4-7 થી પરાજય બાદ સિલ્વર મેડલ જીત્યો હતો.


આ પણ વાંચો:- ટોક્યોમાં ચોથા સ્થાને રહીને પણ અદિતિએ રચ્યો ઈતિહાસ, PM, રાષ્ટ્રપતિ અને ખેલમંત્રીએ આપી શુભેચ્છા


5. પુરૂષ હોકી ટીમ: ભારતની પુરૂષ હોકી ટીમને જર્મનીને 5-4 થી હરાવી ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. 1980 બાદ આ પ્રથમ તક હતી જ્યારે ભારતે હોકીમાં મેડલ જીત્યો છે.


6. કુસ્તીબાજ બજરંગ પુનિયા: પુનિયાએ પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિલો વર્ગની કુસ્તી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. તેણે એકતરફી મુકાબલામાં કઝાકિસ્તાનના ડૌલેટ નિયાઝબેકોવને 8-0 થી હરાવ્યો. આ સાથે ભારતની મેડલ ટેલી 6 થઈ ગઈ છે, જે 2012 ની લંડન ઓલિમ્પિકની બરાબર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube