સગીરા પર રેપ કેસમાં દિલ્હી કેપિટલ્સનો પૂર્વ પ્લેયર દોષી, કોર્ટે સંભળાવ્યો ફેંસલો
Sandeep Lamichhane Case: નેપાળની કોર્ટે શુક્રવારે રાષ્ટ્રીય ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાનેને સગીરા પર બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યો છે. કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટે શુક્રવારે આ નિર્ણય સંભળાવ્યો હતો.
Sandeep Lamichhane Case : દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા નેપાળના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાને (Sandeep Lamichhane) ને સગીર બળાત્કારના કેસમાં કોર્ટે દોષી ઠેરવ્યો હતો. નેપાળની કાઠમંડુ જિલ્લા અદાલતે રાષ્ટ્રીય ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાને (Sandeep Lamichhane) ને સગીર બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યો છે.
નવા વર્ષે સરકારે આપી ભેટ, સુકન્યા સમૃદ્ધિ સહિત બચત યોજનાઓના વધાર્યા વ્યાજ દર
આ 3 રાશિની પત્ની મળે તો જીવન થઇ જશે ધન્ય ધન્ય, પતિ માટે ભાગ્યશાળી હોય છે આ યુવતિઓ
અગાઉ જામીન કર્યો હતો મુક્ત
અગાઉ કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટે સગીર બળાત્કારના કેસમાં સંદીપને પ્રી-ટ્રાયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. જો કે બાદમાં પાટણ હાઈકોર્ટે તેને 20 લાખના જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. લામિછાનેને વિદેશી સ્પર્ધાઓમાં ભાગ લેવાની પણ મંજૂરી આપવામાં આવી હતી. કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સતત ત્રણ દિવસથી આ કેસની સુનાવણી કરી રહી છે. પ્રતિવાદી પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ કેસનો અંતિમ નિર્ણય આવ્યો હતો.
WhatsApp માં નંબર એક્સચેંજ કર્યા વિના થશે Chat, આ યૂઝર્સને મળ્યું આ ફીચર
Parle G ના પેકેટ પર ક્યૂટ બાળકીની જગ્યાએ આ છોકરો કોણ? જાણો શું છે સમગ્ર મામલો?