Nepal Cricket Team: નેપાળ ક્રિકેટ ટીમના કેપ્ટન સંદીપ લામિછાને પર 17 વર્ષની એક છોકરીએ અહીંની એક હોટલના રૂમમાં તેની સાથે બળાત્કાર ગુજારવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે ગુરૂવારે આ જાણકારી આપી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેપાળના કેપ્ટન પર લાગ્યો કિશોરી સાથે બળાત્કારનો આરોપ
આ કિશોર છોકરીએ ગૌશાળા મહાનગર પોલીસ સર્કલમાં મંગળવારે નોંધાવેલી એફઆઇઆરમાં આરોપ લગાવ્યો છે કે 22 વર્ષના લામિછાનેએ લગભગ ત્રણ અઠવાડિયા પહેલાં એક હોટલમાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. 


હોટલમાં ગુજાર્યો બળાત્કાર
ગૌશાળા પોલીસ સર્કલમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર લામિછાને 21 ઓગસ્ટના રોજ કથિત રીતે છોકરીને કાઠમાંડૂ અને ભક્તપુરના વિભિન્ન સ્થળો પર લઇ ગયો. તે રાત્રે કાઠમાંડૂની એક હોટલમાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે કહ્યું કે તે ઘટના સંબંધી સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પુરાવા એકઠા કરી રહી છે. પોલીસે કહ્યું કે કેસની તપાસ કર્યા વિના કશું કહી શકાય નહી. 


દિલ્હી કેપિટલ્સ ફ્રેંચાઇઝી માટે પર્દાપણ કરી રહ્યો હતો ચર્ચામાં
લામિછાને અત્યારે કેરેબિયાઇ પ્રીમિયર લીગ (સીપીએલ)માં રમી રહ્યો છે. તે ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં રમનાર નેપાળનો પ્રથમ ખેલાડી છે. તેમણે 2018 માં દિલ્હી કેપિટલ્સ ફેંચાઇઝી માટે પર્દાપણ કરી ચર્ચામાં રહ્યો હતો. 


તાજેતરમાં જ નેપાળના કેપ્ટન તરીકે થઇ છે નિયુક્તિ
લામિછાને તાજેતરમાં જ નેપાળની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટમાં નેપાળ ક્રિકેટ સંઘ (સીએએન)એ કહ્યું કે લામિછાને આ આરોપોને નકારતા પોતાને નિર્દોષ ગણાવે છે.