નવી દિલ્હીઃ ક્રિકેટ(Cricket) એવી રમત છે, જેમાં દર વર્ષે નવા-નવા ફેરફાર થતા રહે છે. કેટલાક એવા સામાન્ય ફેરફાર હોય છે, જે થોડા વર્ષો પછી યાદ પણ રહેતા નથી. જેમ કે, થોડા વર્ષ પહેલા 'સુપર-સબ' નિયમ આવ્યો હતો, જે ક્યારે જતો રહ્યો ખબર પડી નહીં. જોકે, કેટલાક ફેરફાર એવા આવે છે, જે સમગ્ર રમતનો જ નકશો બદલી નાખે છે. ક્રિકેટમાં વન ડે (One Day) અને ટી20(T-20) ફોર્મેટ આવા જ ફેરફાર હતા. હવે આ ફેરફારમાં નવો 100 બોલ ક્રિકેટ (100 Ball Cricket) પણ આવવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેસ્ટથી વન ડેમાં લાગ્યા 94 વર્ષ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત 1877માં થઈ હતી. આ વર્ષે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. લગભગ 94 વર્ષ સુધી ક્રિકેટમાં આ એક જ ફોર્મેટ રહ્યું હતું. ત્યાર પછી ક્રિકેટમાં વન ડેનું નવું ફોર્મેટ ઉમેરાયું. વન ડે ક્રિકેટના લગભગ 20-25 વર્ષ પછી ટી20 ફોર્મેટ આવ્યું અને તેણે બહુ ઝડપથી ક્રિકેટના ફોર્મેટમાં સ્થાન મેળવી લીધું. સંયોગવશાત ક્રિકેટની રમતનો જન્મદાતા ઈંગ્લેન્ડ ટેસ્ટની જેમ પ્રથમ વન ડે અને પ્રથમ ટી20 મેચમાં સામેલ રહ્યું હતું. 


INDvsSA: મયંક અગ્રવાલે ફટકારી બેવડી સદી, કરી સહેવાગની બરોબરી


ક્રિકેટનો જનક ઈંગ્લેન્ડ દેશ ક્રિકેટમાં હવે 100 બોલનું નવું ફોર્મેટ લઈને આવી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર 3 ઓક્ટોબરના રોજ ટીમોની જાહેરાત અને ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા શરૂ થવાની સંભાવના છે. જોકે, 100 બોલ ક્રિકેટ ઈંગ્લેન્ડની ઘરેલુ ક્લબ તો ઘણા સમયથી રમી રહી છે, પરંતુ હવે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ ક્લબ(ECB)એ તેને વ્યાપક સ્વરૂપ આપવાનો નિર્ણય લીધો છે. તેના માટે તેમણે સંપૂર્ણ યોજના બનાવી છે. 


'હિટમેન' રોહિતે હાંસલ કર્યું નવું સિમાચિન્હ, હવે કરી બ્રેડમેનના રેકોર્ડની બરાબરી


ઈંગ્લેન્ડ 100 બોલ ક્રિકેટને ટી20 ક્રિકેટની જેમ જ લોકપ્રિય બનાવવા માગે છે. તેના માટે તેણે પોતાના દેશમાં IPLની જેમ 100 બોલ ક્રિકેટની લીગ કરાવાનો નિર્ણય લીધો છે. આ ટૂર્નામેન્ટમાં ડેવિડ વોર્નર, ક્રિસ ગેલથી માંડીને દુનિયાભરના દિગ્ગજ ખેલાડી રમતા જોવા મળી શકે છે. પ્રસ્તાવ અનુસાર આવતા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં આ ફોર્મેટની પ્રથમ લીગ રમાડવાનું આયોજન છે. 


જો તમે 100 બોલ ગેમને માત્ર એક ફોર્મેટ તરીકે સમજતા હોવ તો તમારી ભુલ છે. તેમાં એવા અનેક નિયમ છે, જે વર્તમાન ક્રિકેટથી તદ્દન અલગ છે. આ ફોર્મેટ જ્યારે વ્યાપક સ્તરે લાગુ થશે ત્યારે તમને તેના નિયમ સમજાશે. વર્તમાનમાં ટેસ્ટ, વન ડે અને ટી20માં એક ઓવરમાં 6 બોલ હોય છે, પરંતુ 100 બોલ ગેમમાં આવું હોતું નથી. 


India vs SA: સ્ટમ્પ આઉટ થઈને પણ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો અનોખો રેકોર્ડ


100 બોલ ક્રિકેટના 10 નિયમ, જે તદ્દન નવા છેઃ 
1. આ ફોર્મેટમાં દરેક ટીમની ઈનિંગ્સ મહત્તમ 100 બોલની હોય છે. મેચમાં કુલ 200 બોલ ફેંકવામાં આવશે. 
2. આ ફોર્મેટમાં એક ઓવર 6 બોલની નહીં હોય. 
3. એક બોલર સતત 10 કે 5-5 બોલ બ્રેક-અપમાં બોલિંગ કરશે. 
4. એક બોલર મહત્તમ 20 બોલ ફેંકી શકશે. એટલે કે ટીમમાં ઓછામાં ઓછા 5 બોલરની જરૂર અનિવાર્ય રહેશે. 
5. બેટ્સમેન 10 બોલ પછી પોતાની ક્રિઝ ચેન્જ કરશે. ટેસ્ટ, વન ડે અને ટી20 ફોર્મેટમાં દર ઓવર પછી આવું થાય છે. 
6. બોલિંગ ટીમને અઢી મિનિટ સુધીનો સ્ટ્રેટજિક ટાઈમ મળશે. 
7. દરેક ટીમ માટે 25 બોલનો પાવર પ્લે હશે. 
8. પાવર પ્લે દરમિયાન 30 પગલાંના સર્કલથી બહાર માત્ર બે ફિલ્ડર રહેશે. 
9. ટીમ ટાઈમ આઉટ કોલ કરવામાં સક્ષમ હશે. આઈપીએલમાં આ નિયમ લાગુ છે. 
10. તેના આયોજકોએ સરળ સ્કોરબોર્ડ બનાવવાની વાત કરી છે, પરંતુ તેના અંગે વિગતો આપી નથી. 


જુઓ LIVE TV.....


ક્રિકેટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....