WTC Final માટે ન્યૂઝીલેન્ડે જાહેર કરી 15 સભ્યોની ટીમ, આ ખેલાડીને મળી તક
18 જૂનથી ભારત સામે રમાનાર આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ન્યૂઝીલેન્ડે પોતાના 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. સ્પિનર મિશેલ સેન્ટનરને બહાર કરી દેવામાં આવ્યો છે.
સાઉથમ્પ્ટનમઃ ન્યૂઝીલેન્ડે ભારત વિરૂદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. તેમાં એજાઝ પટેલને નિષ્ણાંત સ્પિનર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. આ મુકાબલો 18 જૂનથી રમાશે. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ બે ટેસ્ટ મેચોની સિરીઝમાં ટીમમાં રહેલા ડગ બ્રેસવેલ, જૈકબ ડફ, ડૈરેલ મિશેલ, ચિરન રવિન્દ્ર અને મિશેલ સેન્ટરનને ટીમમાં સ્થાન મળ્યું છે.
ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન બાદ ડેવોન કોન્વેને તક મળી છે. તેણે લોર્ડ્સમાં પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરતા બેવડી સદી ફટકારી હતી. ત્યારબાદ એઝબેસ્ટનમાં રમાયેલી બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 80 રન બનાવ્યા હતા. તેણે પોતાના પ્રદર્શનથી સાબિત કર્યું કે તે ટેસ્ટ ક્રિકેટ રમવાની ક્ષમતા ધરાવે છે. તો પટેલે પણ બીજી ટેસ્ટમાં ચાર વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચોઃ 1983 કપિલ... 2013 ધોની... 2021 કોહલી! 8 વર્ષ પછી ઈંગ્લેન્ડમાં થશે કમાલ
ન્યૂઝીલેન્ડની ટીમ
કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ બ્લંડેલ, ટ્રેન્ટ બોલ્ટ, ડેવન કોન્વે, કોલિન ડી ગ્રાન્ડહોમ, મેટ હેનરી, કાઇલ જેમિન્સન, ટોમ લાથમ, હેનરી નિકોલ્સ, એજાઝ પટેલ, ટિમ સાઉદી, રોસ ટેલર, નીલ વેગરન, બીજે વોલ્ટિંગ, વિલ યંગ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube