IND vs NZ 2nd ODI: મેચને રોમાંચક બનાવીને હારી ટીમ ઈન્ડિયા, મેજબાન ન્યૂઝીલેન્ડે જીતી સિરીઝ
ટીમ ઈન્ડિયાએ સતત બીજી વનડેમાં ન્યૂઝીલેન્ડના હાથે પરાજયનો સામનો કરવો પડ્યો છે. ઓકલેન્ડમાં 22 રનથી હારવાની સાથે ભારતે ન્યૂઝીલેન્ડ સામે 3 મેચોની વનડે શ્રેણી પણ ગુમાવી દીધી છે. પહેલી વનડે ન્યૂઝીલેન્ડે 4 વિકેટથી જીતી હતી. ત્યારબાદ બીજી વનડેમાં પણ કીવી ટીમે ભારતને હરાવીને સિરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે.
ઓકલેન્ડ: ટીમ ઈન્ડિયાએ સતત બીજી વનડેમાં ન્યૂઝીલેન્ડના હાથે પરાજયનો સામનો કરવો પડ્યો છે. ઓકલેન્ડમાં 22 રનથી હારવાની સાથે ભારતે ન્યૂઝીલેન્ડ સામે 3 મેચોની વનડે શ્રેણી પણ ગુમાવી દીધી છે. પહેલી વનડે ન્યૂઝીલેન્ડે 4 વિકેટથી જીતી હતી. ત્યારબાદ બીજી વનડેમાં પણ કીવી ટીમે ભારતને હરાવીને સિરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. સિરીઝની છેલ્લી વનડે 11 ફેબ્રુઆરીના રોજ માઉન્ટ માઉંગાનુઈમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ છેલ્લી મેચને જીતીને વ્હાઈટ વોશથી બચવાના ભરપૂર પ્રયત્નો કરશે.
ભારતે ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને બેટિંગ માટે આપ્યું હતું આમંત્રણ
ઓકલેન્ડમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને મેજબાન ટીમને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરીને 8 વિકેટના નુકસાન પર 273 રન કર્યા હતાં. ત્યારબાદ ભારતીય ટીમ 48.1 ઓવરમાં 251 રન જ બનાવી શકી અને 22 રનથી મેચ હારી ગઈ. ભારતે સિરીઝની પહેલી વનડેમાં 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. સિરીઝની ત્રીજી અને છેલ્લી વનડે 11 ફેબ્રુઆરીના રોજ માઉન્ટ માઉંગાનુઈમાં રમાશે.
ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરી ભારતને 273 રનનો આપ્યો લક્ષ્યાંક
ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ રન માર્ટિન ગુપ્ટિલે ફટકાર્યાં. માર્ટિને 79 રનનું યોગદાન આપ્યું. જ્યારે રોસ ટેલરે 73 રન કર્યાં. હેનરી નિકોલસે 41 રન કર્યાં. ગુપ્ટિલે 79 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 79 રન કર્યાં જ્યારે ટેલરે 74 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 73 રન કર્યાં હતાં. કિવી ટીમે છેલ્લી પાંચ ઓવરમાં 53 રન કર્યાં હતાં. ભારત તરફથી યુજવેન્દ્ર ચહલે 3, શાર્દુલ ઠાકુરે 2 અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી હતી. ફોર્મમાં રહેલા રોસ ટેલરના અણનમ અડધી સદીથી ન્યૂઝીલેન્ડે ભારત વિરુદ્ધ બીજી વનડેમાં આઠ વિકેટ પર 273 રન કર્યાં. રોસ ટેલરે નવમી વિકેટ માટે કાઈલે જેમીસન સાથે 51 બોલમાં 76 રનની મહત્વપૂર્ણ ભાગીદારી પણ કરી હતી. વનડેમાં ડેબ્યુ કરનારા જેમીસને 24 બોલમાં અણનમ 25 રન કર્યા હતાં. એક સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર આઠ વિકેટ પર 197 રન હતો. પરંતુ આ બંનેએ ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી. ન્યૂઝીલેન્ડની શરૂઆત ઘણી સારી હતી પરંતુ એક સમયે તેણે સાત વિકેટ 55 રનમાં ગુમાવી હતી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube