PAKvsNZ: મુંબઈના એજાઝ પટેલે પર્દાપણ મેચમાં ન્યૂઝીલેન્ડને 4 રને અપાવી રોમાંચક જીત
પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ જીતવા માટે 176 રનનો લક્ષ્ય મળ્યો હતો પરંતુ તે 171 રન બનાવી આઉટ થઈ ગયું હતુ.
અબુધાબીઃ મુંબઈમાં જન્મેલા 30 વર્ષના એજાઝ પટેલે પોતાના પર્દાપણ મેચમાં ન્યૂઝીલેન્ડની ઐતિહાસિક જીતમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે. અબુધાબીમાં રમાયેલી રોમાંચક પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે પાકિસ્તાનની જીતેલી બાજીને પલટતા પ્રથમ ટેસ્ટને ચાર રને જીતી લીધો છે. એજાઝ પટેલ આ જીતનો હિરો રહ્યો અને તેણે બીજી ઈનિંગમાં પાંચ સહિત મેચમાં કુલ સાત વિકેટ ઝડપી હતી.
પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે પાકિસ્તાનની સામે જીતવા માટે 139 રન હતા અને તેની 10 વિકેટ બાકી હતી. પરંતુ આ યુવા સ્પિનરે મેચનું પાસું પલ્ટી દીધું અને પોતાની ટીમને મુશ્કેલ જણાતા મેચમાં જીત અપાવી દીધી હતી.
ટેસ્ટ મેચના ચોથા દિવસે પાકિસ્તાનની ઓપનિંગ જોડી 37 રનથી આગળ રમવા ઉતરી. અહીં તેની તમામ વિકેટ બાકી હતી અને કુલ 176 રનનો લક્ષ્ય હતો.
ચોથા દિવસની રમતના પ્રથમ સત્રમાં પાકિસ્તાન ટીમને ત્રણ મોટા ઝટકા લાગ્યા હતા. પહેલા ઇમામ ઉલ હક, ત્યારબાદ હાફીઝ અને હારિસ સોહેલ આઉટ થઈ ગયા હતા. પાકિસ્તાનનો સ્કોર 48 રન પર 3 વિકેટ થઈ ગયો હતો. ત્યારબાદ અઝહર અલીની સાથે મળીને અસદ શફીકે ટીમનો સ્કોર 130 રન સુધી પહોંચાડી દીધો હતો.
Women world T20: સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે ભારત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
પરંતુ ત્યારબાદ 130ના કુસ સ્કોપ પર નીલ વૈગનરે અસદ શફીકને આઉટ કરીને પાકને ચોથો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ બાબર આઝમ 13 રન બનાવી રનઆઉટ થઈ ગયો હતો. બાબર આઉટ થયો ત્યારે પાકનો સ્કોર 147 રન પર પાંચ વિકેટ હતો.
ત્યારબાદ એજાઝ પટેલે શાનદાર બોલિંગ કરતા પાક કેપ્ટનને 3 રને આઉટ કરી દીધો હતો. ત્યારબાદ 155ના કુલ સ્કોરે વેગનરે યાસિર શાહને પણ શૂન્યના સ્કોર પર આઉટ કરી દીધો હતો. હવે પાકિસ્તાનને જીત માટે 21 રનની જરૂર હતી અને ત્રણ વિકેટ હાથમાં હતી.
ત્યારબાદ પટેલે હસન અલીને શૂન્ય પર આુટ કરીને પાકને નવમો ઝટકો આપ્યો હતો. ઓપનિંગમાં બેટિંગ કરવા ઉતરેલ અઝહર અલી અંતમાં આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડની આ જીતમાં ભારતીય મૂળના ઈશ સોઢી અને એજાઝ પટેલ હિરો રહ્યાં હતા.
આ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઈનિંગમાં કુલ 153 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ પ્રથમ ઈનિંગમાં 227 રન બનાવતા તેને 74 રનની લીડ મળી હતી.
ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બીજી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડની ટીમ 249 રન પર આઉટ થઈ ગઈ અને પાકિસ્તાનને જીતવા માટે 176 રનનો લક્ષ્ય આપ્યો હતો. આ જીતની સાથે ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.