વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટે 15 વર્ષ બાદ પાકિસ્તાનનો પ્રવાસ ખેડવાની રજૂઆતને સુરક્ષાના કારણે નકારી દીધી. ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાન વિરુદ્ધ ઓક્ટોબરમાં ટેસ્ટ, વનડે અને ટી20 શ્રેણી સંયુક્ત અરબ અમીરાતમાં રમશે. પાકિસ્તાને તેને પૂછ્યું હતું કે શું શ્રેણી પાકિસ્તાનમાં રમી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝીલેન્ડ ક્રિકેટના અધ્યક્ષ ગ્રેગ બાર્કલે કહ્યું, અમે નક્કી કર્યું કે આ સમયે સ્થિતિ પ્રવાસને અનુકૂળ નથી. 


તેમણે કહ્યું, આખરે અમારે સુરક્ષા સલાહ પર અમલ કરવાનો હોય છે અને તે સુરક્ષા રિપોર્ટનું માનવું પડે છે, જે અમને મળ્યો છે. 


બાર્કલે કહ્યું, તેમાં કોઇ શંકા નથી કે પાકિસ્તાન નિરાશ છે. ન્યૂઝીલેન્ડ જેવી ટીમના પ્રવાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરી સ્થાપિત  કરવાની દિશામાં યોગ્ય પગલું હોત, પરંતુ તે સારા લોકો છે. મને લાગે છે કે અમારા નિર્ણયનો ખુલા દિલે સ્વીકાર કરશે. 


શ્રીલંકાની ટીમ પર પાકિસ્તાનમાં 2009માં થયેલી આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં કોઇ ટીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી નથી. મે 2015માં આખરે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો પરંતુ આ શ્રેણી દરમિયાન પણ ગદ્દાફી સ્ટેડિયમમાં એક નાનો બ્લાસ્ટ થઈ ગયો હતો. 


પાકિસ્તાને ક્રિકેટ સ્થાપિત કરવાનો ફરી પ્રયત્ન કર્યો અને ફાફ ડુ પ્લેસિસના નેતૃત્વમાં વર્લ્ડ ઇલેવને પાકિસ્તાનનો પ્રવાસ કર્યો, આ વર્ષે એપ્રિલમાં વેસ્ટઇન્ડિઝ ટીમ પણ પાકિસ્તાનના પ્રવાસમાં ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમવા આવી હતી.