રિયો ડી જિનેરિયોઃ ફીફા વિર્લ્ડ કપ 2018માં પોતાના પ્રથમ મેચ પહેલા બ્રાઝીલના સ્ટ્રાઇકર નેમારે કહ્યું કે, તે વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી છે કારણ કે, આર્જેન્ટીનાનો લિયોનલ મેસ્સી અને પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનલા્ડો આ ગ્રહના નથી. સમાચાર એજન્સી એફે પ્રમાણે યૂટ્યુબ ચેનલ પર જારી એક વીડિયોમાં નેમારે કહ્યું, મેસ્સી અને રોનાલ્ડો આ ગ્રહના નથી તે અન્ય ગ્રહના છે. હું આ ગ્રહનો છું તેથી હું વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફુટબોલ ખેલાડી છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેમારે કહ્યું કે, મજાક પોતાની જગ્યાએ છે, પરંતુ તે પોતાની રમત અને રૂસમાં જારી વિશ્વકપમાં પોતાની ટીમના અભિયાનને લઈને ઉત્સાહિત છે અને તે ઈચ્છે છે કે, બ્રાઝીલ છઠ્ઠીવાર વિશ્વ વિજેતા બને. 


ઈજામાંથી બહાર આવ્યા બાદ ટીમમાં વાપસી કરતા વિશ્વકપમાં પોતાની ટીમની કમાન સંભાળી રહેલા નેમારે હવે પહેલા કરતા સ્વસ્થ છે. 2014માં બ્રાઝીલમાં આયોજીત વિશ્વકપના સેમીફાઇનલમાં બ્રાઝીલને જર્મની સામે 1-7થી પરાજય મળ્યો હતો. 


નેમાર તે મેચમાં ઈજાને કારણે રમ્યો ન હતો, પરંતુ આ વખતે તેનું કહેવું છે કે, તે સંપૂર્ણ રીતે પરિપક્વ થઈને મેદાનમાં ઉતરવા તૈયાર છે. બ્રાઝીલ રવિવારે પોતાના પ્રથમ ગ્રુપ મેચમાં સ્વિટ્ઝરલેન્ડ સામે ટકરાશે. ત્યારબાદ 22 જુને તેનો સામનો કોસ્ટા રિકા અને પછી 27 જુને અંતિમ ગ્રુપ મેચમાં સર્બિયા સામે ટક્કર થશે. 



16 વર્ષથી ટાઇટલથી વંચિત બ્રાઝીલ શાનદાર પ્રદર્શન કરવા આતુર
પાંચવારની વિશ્વ વિજેતા બ્રાઝીલ વિશ્વકપની 21મી સીઝનની શરૂઆત રવિવારે સ્વિટ્ઝરલેન્ડ સામે કરશે. છેલ્લા 16 વર્ષથી વિશ્વ વિજેતા બનવાની ઈચ્છા રાખતા બ્રાઝીલે આ વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે. ગ્રુપ-ઈના પ્રથમ મેચમાં શાનદાર ટક્કર થવાની છે. સ્વિટ્ઝરલેન્ડની ટીમ પણ ખૂબ મજબૂત છે. 


કોચ ટિટેની ટીમે હાલમાં રમાયેલા ફ્રેન્ડલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ફ્રેન્ડલી મેચમાં બ્રાઝીલે પોતાનું શાનદાર આક્રમણ રોબેટરે ફિરમિનો, ગેબ્રિઅલ જીસસ, ફિલિપ કોટિંહો અને નેમારના મદદથી ક્રોએશિયા અને ઓસ્ટ્રિયાને પરેશાન કર્યા હતા. અંતિમ વિશ્વકપમાં બ્રાઝીલ જર્મની સામે સેમીફાઇનલમાં હારી ગયું હતું. ત્યારબાદ 2015 અને 2016માં કોપા અમેરિકામાં પણ ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. આજ કારણે કોચ ડુંગાને જવું પડ્યું અને તેનું સ્થાન ટિટેએ લીધું હતું.