નાઇજીરિયા જેવા ગરીબ દેશમાંથી દુનિયાને મળી રનિંગની રાણી, જાણો ગોલ્ડન ગર્લ ટોબી અમુસનની કહાની
વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં નાઇજીરિયાની ટોબી અમુસને હર્ડલ રેસમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. આજે ટોની અબુસનની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. જાણો કોણ છે વિશ્વમાં સનસની બનેલી નાઇજીરિયાની એથલીટ ટોબી અમુસન.
નવી દિલ્હીઃ નાઇજીરીયા તેવો દેશ છે જેનું નામ સામે આવતા જ ગરીબી અને ભુખમરાથી મોતની નજીક ઉભેલા લોકોની તસવીર મગજમાં આવે છે. પરંતુ છેલ્લા ચાર દિવસથી આ દેશ એક અન્ય કારણે ચર્ચામાં છે. અહીંની ખેલાડી ટોબી અમુસને વિશ્વ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 100 મીટર હર્ડલ રેસમાં વિશ્વ રેકોર્ડ બનાવતા ઈતિહાસ રચ્યો છે. ચે નાઇજીરિયા માટે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ એથલીટ બની છે. તેની રેસનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને સિંહણ કહી રહ્યાં છે.
15 વર્ષની ઉંમરમાં પ્રથમ રેસ
દરેક પિતાની જેમ ટોબી અમુસનના પિતા પણ પુત્રીને ભણાવી અધિકારી બનાવવા ઈચ્છતા હતા. ટોબી પણ અભ્યાસમાં ધ્યાન આપતી હતી પરંતુ 15 વર્ષની ઉંમરમાં કંઈક એવું થયું કે તેની દુનિયા જ બદલાય ગઈ. હવે તે અભ્યાસની સાથે સાથે બીજા એક કામ માટે સમય કાઢવા લાગી હતી. હકીકતમાં તેણે પોતાની સ્કૂલમાં એક ટૂર્નામેન્ટમાં 100 મીટર રેસમાં ભાગ લીધો અને તે પ્રથમ નંબરે રહી. અહીંથી તેની જિંદગીમાં નવો વળાંક આવ્યો.
પિતાના કડક નિયમ વચ્ચે માતાએ કર્યો બળવો
પુસ્તકોને જિંદગી સમજનારી યુવતીના મગજમાં હવે બીજુ કંઈક ચાલી રહ્યું હતું. તે પોતાના પિતાએ બનાવેલા કડક નિયમ સામે બળવો કરવા તૈયાર હતી. તેના સપનાને ત્યારે ઉડાન મળવા લાગી જ્યારે તેને તેની માતાનો સાથ મળ્યો. તે હવે રેગ્યુલર મેદાનમાં પ્રેક્ટિસ કરવા લાગી. જ્યારે તેના પિતા પૂછતા હતા કે ટોબી ક્યાં છે, તો તેના માતા કહેતા- પુત્રી ચર્ચમાં ગઈ છે.
CWG 2022 : કોમનવેલ્થમાં આ 5 ગેમ્સ પર રહેશે સૌની નજર, મેડલનું દાવેદાર છે ભારત
ટોબીએ 100 મીટર હર્ડલ રેસમાં 12.12 સેકેન્ડનો વિશ્વ રેકોર્ડ જરૂર બનાવ્યો, પરંતુ તે 100 મીટર, 200 મીટર રેસ અને લોન્ગ જંપમાં પણ મેડલ જીતી ચુકી છે. 23 એપ્કિલ 1997માં ઇઝેબૂ ઓડેમાં જન્મેલીએ પ્રથમ મેડલ 2013 આફ્રીકી યુથ ચેમ્પિયનશિપ વાર્રીમાં સિલ્વર મેજલ જીત્યો હતો. આ રીતે તેલ માટે જાણીતા વાર્સીથી દુનિયાને ટ્રેક એન્ડ ફીલ્ડની રાણી મળી.
કોમનવેલ્થ ગેમ્સમાં પણ લેશે ભાગ
ટોમી અમુસને પોતાની ગતિથી દુનિયાના સૌથી ગરીબ દેશ ગણાતા નાઇજીરિયાને નવી ઓળખ આપી છે. તે પોતાના પગથી દુનિયાની તમામ મોટી ટૂર્નામેન્ટમાં વિજય મેળવી રહી છે. તે કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીતી ચુકી છે અને આ વખતે પણ તેના દેશને તેની પાસેથી આશા છે. ખુબ મુશ્કેલ ગણાવી રેસ એટલે કે હર્ડલ રેસમાં તે નવા-નવા કીર્તિમાન બનાવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube