Video: IPLની ટ્રોફી લઈને મંદિર પહોંચ્યા નીતા અંબાણી
રવિવારે રમાયેલી આઈપીએલ-12ની રોમાંચક ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 1 રને પરાજય આપીને રેકોર્ડ ચોથીવાર ટ્રોફી પોતાના નામે કરી હતી.
મુંબઈઃ મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલમાં ચોથુ ટાઇટલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. મુંબઈ ઈન્ડિયન્સને કેપ્ટન રોહિત શર્માએ ચોથી ટ્રોફી અપાવી છે. આ ટીમની માલિક ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી છે. નીતા અંબાણી હંમેશા પોતાની આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો જુસ્સો વધારવા માટે મેદાનમાં હાજર રહે છે. ઘણીવખત જોવા મળ્યું કે જ્યારે ટીમ મુશ્કેલીમાં હોય તો નીતા અંબાણી સ્ટેન્ડ્સમાં બેસીને પ્રાર્થના કરવા લાગે છે.
ભલે ગમે તે હોય મુંબઈ ઈન્ડિયન્સે વધુ એકવાર ટાઇટલ જીતતા નીતા અંબાણી ઘણા ખુશ છે. આ કારણે સોમવારે હૈદરાબાદથી પરત ફર્યા બાદ નીતા અંબાણી આઈપીએલની ટ્રોફી લઈને મુંબઈના જુહુ સ્થિત મંદિરે પહોંચ્યા હતા. અહીં તેમણે ટ્રોફીને ભગવાન શ્રીકૃષ્ણની સામે રાખી અને પૂજારીઓ પાસે મંત્રોચ્ચાર સાથે પૂજા કરાવી હતી. તેવામાં કહી શકાય કે નીતા અંબાણીની ભગવાન શ્રીકૃષ્ણમાં ઘણી આસ્થા છે અને તે તેમની પ્રાર્થના મેચ દરમિયાન કરતી રહે છે, જેને લઈને ક્રિકેટ ફેન્સ તેમને ટ્રોલ પણ કરે છે.
વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર