નવી દિલ્હી: IPL માં ધમાલ મચાવનાર ભારતીય બેટ્સમેન નીતીશ રાણાનો (Nitish Rana) વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની પત્ની સાચી મારવાહ (Saachi Marwah) તેમની પાછળ બેઠા છે અને ઉઠક-બેઠક કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો જોઈને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતીશને પત્નીએ તેની પીઠ પર બેસાડ્યો
નીતીશ રાણાની (Nitish Rana) પત્ની સાચી મારવાહએ (Saachi Marwah) આ વીડિયોને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં સાચી મારવાહ પતિ નીતીશ રાણા સાથે પીઠ પર બેસીને વર્કઆઉટ કરતી જોવા મળે છે. વીડિયોમાં નીતીશ રાણા કેકેઆરની જર્સીમાં જોવા મળી રહ્યા છે.


આ પણ વાંચો:- ટીમ ઈન્ડિયાના બોલર ભુવનેશ્વર કુમારના પિતાનું નિધન, આ બીમારીની ચાલી રહી હતી સારવાર


લોકો મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે
નીતીશ રાણા (Nitish Rana) અને તેની પત્ની સાચી મારવાહના (Saachi Marwah) વીડિયો પર ઘણા લોકો મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે નીતીશ રાણાની પત્ની સાચી મારવાહ વ્યવસાયે આંતરીક ડિઝાઇનર છે અને તેમની જોડી નીતીશ સાથે ખૂબ જ સુંદર લાગે છે. નીતિશ અને સાચી મારવાહના લગ્ન ફેબ્રુઆરી 2019 માં થયા હતા.



આ પણ વાંચો:- ભારતમાં T20 વર્લ્ડ કપનું આયોજન કરાવવું મુશ્કેલઃ માઇકલ હસી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube