સ્મિથને હંમેશા એક `ચીટર`ના રૂપમાં યાદ કરવામાં આવશેઃ હાર્મિસન
આશરે 18 મહિના પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ વિવાદોથી ઘેરાયુ જ્યારે તત્કાલીન કેપ્ટન સ્મિથ, વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર અને ઓપનિંગ બેટ્સમેન કેમરન બેનક્રોફ્ટ પર બોલ ટેમ્પરિંગનો આરોપ લાગ્યો હતો.
લંડનઃ ઈંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર સ્ટીવ હાર્મિસનનું માનવું છે કે ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથને તેના શાનદાર પ્રદર્શન છતાં બોલ ટેમ્પરિંગને કારણે હંમેશા એક 'ચીટર'ના રૂપમાં જ યાદ રાખવામાં આવશે. એશિઝ સિરીઝમાં સ્મિથે ઈંગ્લેન્ડના બોલરનો છોતરા કાઢતા ઓસ્ટ્રેલિયાની જીતમાં સૂત્રધારની ભૂમિકા નિભાવી છે.
હાર્સિમસને 'ટોકસ્પોર્ટ' રેડિયોને કહ્યું, 'મને નથી લાગતું કે તેને (સ્મિથ)ને માફ કરી શકાય છે.' આશરે 18 મહિના પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ વિવાદોથી ઘેરાયુ જ્યારે તત્કાલીન કેપ્ટન સ્મિથ, વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર અને ઓપનિંગ બેટ્સમેન કેમરન બેનક્રોફ્ટ પર બોલ ટેમ્પરિંગનો આરોપ લાગ્યો હતો.
તેણે કહ્યું, 'જ્યારે તમે ચીટરના રૂપમાં ઓળખાવા લાગો છો ત્યારે તે તમારી ઓળખ બની જાય છે. આ ત્રણેયે ચીટ કર્યું જે તેના સીવીમાં નોંઘાઈ ગયું. હવે આ કબર સુધી તેની સાથે રહેશે. સ્મિથ ભલે ગમે તે કરે, તેને દક્ષિણ આફ્રિકામાં થયેલી તે ઘટના માટે યાદ રાખવામાં આવશે.' સ્મિથે એશિઝ સિરીઝમાં અત્યાર સુધી 134.2ની એવરેજથી 3 સદી સહિત 671 રન બનાવ્યા છે, જેમાં ચોથી ટેસ્ટમાં ફટકારેલી બેવડી સદી પણ સામેલ છે.