નવી દિલ્હીઃ ભરૂચના નાના ગામમાંથી આવીને ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનાર અને  2011 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના સભ્ય રહી ચુકેલા ફાસ્ટ બોલર મુનાફ પટેલે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા પોતાની નિવૃતીની જાહેરાત કરી છે. મુનાફ પટેલે ભારત માટે 13 ટેસ્ટ, 70 વનડે અને ત્રણ ટી-20 મેચ રમી છે. મુનાફે કહ્યું કે, તે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતી લઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેણે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ સપ્ટેમ્બર 2011માં રમી હતી. ત્યારબાદ તેને ટીમમાં સ્થાન મળ્યું નથી. મુનાફ પોતાની કારકિર્દી દરમિયાન ઈજાથી પરેશાન રહ્યો હતો. તેણે ઇંસ્ટાગ્રામ પર લખ્યું, હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતી લેવાનો નિર્ણય કરી ચુક્યો છે. આ ઘણી શાનદાર સફ રહી, છેલ્લા 15 વર્ષ મારી જિંદગીના સ્વર્ણિંમ દિવસો રહ્યા. જ્યારે હું મારા ગામમાં બાળક હતો ત્યારે મેં આ વિચાર્યું ન હતું. મેં જે પણ મેળવ્યું તેના પર મને ગર્વ છે અને પરિવાર, મિત્રો શુભચિંતકો અને મારા ફેન્સના સ્પોર્ટ પર આ કરી શક્યો છું. 


મુનાફે આગળ લખ્યું, હું એમઆરએફ ફાસ્ટ ફાઉન્ડેશન, ક્રિકેટ એસોસિએશન ઓફ બરોડા, મુંબઈ, ગુજરાત, મહારાષ્ટ્ર અને બીસીસીઆઈનો આભાર વ્યક્ત કરૂ છું. આઈપીએલ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત લાયન્સનો પણ આભાર માનું છું. હું દિલથી તમારા બધાનો આભાર માનું છું, જેણે મને સ્પોર્ટ કર્યો. મને ખ્યાલ છે કે હું સારો ફિલ્ડર ન હતો અને ઘણી તકે તમે મારા પર ગુસ્સો પણ કર્યો. પરંતુ એટલું કહી શકું કે, મેં મારૂ બેસ્ટ આપ્યું. મુનાફે 2011ના વિશ્વકપને પણ યાદ કર્યો અને પોતાને નસીબદાર માને છે કે ટીમને ટ્રોફી જીતાડવામાં તે નાની ભૂમિકા ભજવી શક્યો હતો. 



મુનાફના કેરિયર પર એક નજર
ટેસ્ટમાં પર્દાપણઃ  9 માર્ચ 2006 વિરુદ્ધ ઈંગ્લેન્ડ
અંતિમ ટેસ્ટઃ વિરુદ્ધ વેસ્ટઈન્ડિઝ, 6 જુલાઈ 2011
વનડેમાં પર્દાપણઃ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, એપ્રિલ 2006
અંતિમ વનડેઃ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, સપ્ટેમ્બર 2011
ટી-20માં પર્દાપણઃ વિરુદ્ધ સાઉથ  આફિકા, જાન્યુઆરી 9 2011
અંતિમ ટી-20: વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 31 ઓગ્સટ, 2011 


મુનાફનું પ્રદર્શન


          મેચ           વિકેટ
વનડે     70             86 
ટી-20     03             04  
ટેસ્ટ       13             35