Wilfred Rhodes World Record : ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અનેક એવા રેકોર્ડસ છે, જેને તોડવા મુશ્કેલ જ નહિ, પરંતુ અસંભવ પણ છે. આજે આપણે આવા જ એક રેકોર્ડ વિશે જાણીશું. જેને દુનિયાના ભલભલા બેટ્સમેન પણ તોડી શક્યા નથી. તોડવુ તો દૂર, પરંતુ તેની આસપાસ પણ ભટકી શક્યા નથી. જોકે, આ ઈન્ટરનેશનલ ક્રિકેટનો નહિ, પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો રેકોર્ડ છે. ઈંગ્લેન્ડના પૂર્વ ઓલરાઊન્ડર વિલ્ફ્રેડ રોડ્સના નામે આ વર્લ્ડ રેકોર્ડ છે, જેને બનીને 94 વર્ષ થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

94 વર્ષથી કાયમ છે આ વર્લ્ડ રેકોર્ડ
હકીકતમાં, વિલ્ફ્રેડ રોડ્સના નામ પર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમવાનો વર્લ્ડ રેકોર્ડ છે. તેને પૂર્વ ઈંગ્લિશ ઓલાઉન્ડર 1898 થી 1930 ની વચ્ચે 1110 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા હતા. અત્યાર સુધી આ રેકોર્ડને કોઈ તોડી શક્યુ નથી. એટલુ જ નહિ, કોઈ અન્ય ક્રિકેટર 1000 ફર્સ્ટ ક્લાસ મેચ પણ રમી શક્યુ નથી. સચિન તેંડુલકર (310 ફર્સ્ટ ક્લાસ) અને ડોન બ્રેડમેન (234 ફર્સ્ટ ક્લાસ મેચ) જેવા મહાન ક્રિકેટર્સ પણ આ વર્લ્ડ રેકોર્ડને તોડી શક્યા નથી, ન તો તેની નજીક પહોંચી શક્યા છે. 


વરસાદના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ, સિસ્ટમનું ચકરડું એવુ ફર્યું


4000 થી વધુ વિકેટ પણ 
વિલ્ફ્રેડ રોડ્સે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 16.72 ના મુજબથી  4204 વિકેટ લીધી છે. 4000 વિકેટનો આંકડો પાર કરનારા તેઓ દુનિયાના એકમાત્ર ક્રિકેટર છે. જે ન માત્ર બેટિંગ, પંરતુ બોલિંગ કરીને પણ કહેર મચાવતા હતા. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 30.81 ની એવરેજથી 39969 રન બનાવ્યા હતા. જેમાં તેમના 58 શતક સામેલ છે. 1973 માં 95 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયુ હતું. આ દિગ્ગજ ક્રિકેટર ઈંગ્લેન્ડ માટે ઈન્ટરનેશનલ પણ રમ્યા હતા. વિલ્ફ્રેડ રોડ્સ માત્ર ટેસ્ટ ફોર્મેટ રમ્યા હતા અને પોતાની કરિયરમાં 30.19 ની મુજબથી 2325 રન બનાવ્યા હતા. 127 વિકેટ પણ તેમની ટેસ્ટમાં તેમના નામે છે. 


સૌથી વધુ ફર્સ્ટ ક્લાસ મેચ રમનારા ટોપ-5 ક્રિકેટર
વિલ્ફ્રેડ રોડ્સ (Wilfred Rhodes) ના બાદ સૌથી વધુ ફર્સ્ટ ક્લાસ મેચ રમનારા ક્રિકેટરના નામમાં ફ્રેન્ક વુલી (Frank Woolley) છે, જેમણે 1906 થી 1938 ની વચ્ચે 978 મેચ રમ્યા હતા. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર ડબલ્યુ.જી ગ્રેસ (W.G. Grace) છે. ડબલ્યુ જી ગ્રિસે 1865 થી 1908 ની વચ્ચે 870 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા હતા. આ લિસ્ટમાં ચોથા નંબર પર જૈક હોબ્સ (Jack Hobbs) નું નામ છે. આ દિગ્ગજે 1905 થી 1934 ની વચ્ચે 834 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા હતા. લિસ્ટમાં પાંચમું નામ પૈટસી હેડ્રેન (Patsy Hendren) નું છે. જેઓ 1891 થી 1929 ની વચ્ચે 833 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા હતા.  


વરસાદે ભારે કરી! સૌરાષ્ટ્રના 48 ગામ સંપર્ક વિહોણા, સોગઠી ડેમમાં ગાબડું પડ્યું