ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમારની મુશ્કેલી વધી, બિનજામીન પાત્ર વોરંટ જારી, જાણો શું છે ઘટના
દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં ઝગડા બાદ એક રેસલરના મોતના સંબંધમાં પોલીસ હવે એક્શનમાં આવી ગઈ છે. દિલ્હી પોલીસે આ સંબંધમાં રેસલર સુશીલ કુમાર વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ જારી કર્યું છે.
નવી દિલ્હીઃ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં યુવા રેસલર સાગર રાણા હત્યાકાંડમાં ફરાર ચાલી રહેલા બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર (Sushil kumar) વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે.
તો સૂત્રોનું કહેવું છે કે કાયદાકીય સલાહ લીધા બાદ સુશીલ જલદી આ મામલામાં આગોતરા જાનીન અરજી દાખલ કરી શકે છે. સુશીલને ખ્યાલ છે કે પોલીસની પાસે તેની વિરુદ્ધ પૂરતા પૂરાવા ઝછે. તેથી સુશીલ પોતાના બચાવ માટે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યો છે.
આ ઘટનાની તપાસ કરી રહેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે છત્રસાલ સ્ટેડિયમમાં થયેલા ઝગડા બાદ પોલીસની ટીમને આશા હતી કે સુશીલ પોલીસની પૂછપરછમાં સામેલ થઈ જશે. જો તેમ થયું હોત તો સુશીલને ઓછી મુશ્કેલી પડી હોત. પરંતુ ભાગીને સુશીલે પોતાની મુશ્કેલી વધારી દીધી છે. પોલીસે સુશીલ વિરુદ્ધ ઈજાગ્રસ્ત અમિત, સોનૂ, રવિન્દ્ર અને ભગતસિંહના નિવેદન નોંધ્યા છે. બધાએ સુશીલ તથા તેના અન્ય પહેલવાનો વિરુદ્ધ નિવેદન આપ્યા છે. તો પ્રિન્સ દલાલના મોબાઇલમાં મળેલ વીડિયો ફૂટેજ પણ સુશીલ વિરુદ્ધ મહત્વનો પૂરાવો છે. તેવામાં સુશીલ અને તેના સાથીઓની મુશ્કેલીમાં ચોક્કસ વધારો થવાનો છે.
આ પણ વાંચોઃ IPL રમવા આવેલાં Australian Cricketers ને કેમ જવું પડ્યું અજાણ્યા ટાપુ પર રહેવા? જાણવા જેવું છે કારણ
બીજીતરફ સુશીલના નજીકના લોકો કહે છે કે તેને ઇરાદાપૂર્વક ફસાવવામાં આવી રહ્યો છે. સુશીલનો ગુનો એટલો છે કે હુમલો કરનાર સુશીલનો સાથી રેસલર હતો. આરોપ છે કે સુશીલ અને તેના સાથી રેસલરોએ મોડલ ટાઉનના એક ફ્લેટથી બળજબરીથી ઉઠાવીને અમિત, સોનૂ અને સાગર નામના એક રેસલરને ઉઠાવીને છત્રસાલ સ્ટેડિયમમાં લાગ્યા હતા. આરોપીઓએ સ્ટેડિયમના પાર્કિંગમાં તેની સાથે મારપીટ કરી. તેમાં સોનૂ, અમિત, સાગર, રવિન્દ્ર અને ભગત સિંહ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાગરનું મોત થયુ હતુ. સાગર પૂર્વ જૂનિયર નેશનલ ચેમ્પિયન હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube