Team India ના `સૌથી મોટા દુશ્મન`ને મળ્યો ICC Player of the Month નો એવોર્ડ, બુમરાહ થયો નિરાશ
જસપ્રીત બુમરાહ આ એવોર્ડનો દાવેદાર હતો, પરંતુ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝમાં ઈન્ડિયન ટીમને સૌથી વધુ પરેશાન કરનાર જો રૂટે બાજી મારી લીધી છે.
દુબઈઃ ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન જો રૂટ (Joe Root) અને આયર્લેન્ડની ઓલરાઉન્ડર ઇમિર રિચર્ડસન (Eimear Richardson) ને ઓગસ્ટ મહિના માટે ક્રમશઃ પુરૂષ અને મહિલા આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ (ICC Player of the Month) પસંદ કરવામાં આવ્યા છે.
રૂટે બુમરાહને કર્યો નિરાશ
આઈસીસીએ સોમવારે તેની જાણકારી આપી છે. જો રૂટે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અને પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી (Shaheen Afridi) ને પાછળ છોડી આ એવોર્ડ જીત્યો છે. રૂટે ઓગસ્ટ મહિનામાં ભારત વિરુદ્ધ 3 ટેસ્ટ મેચોમાં 507 રન બનાવ્યા હતા.
ભારતના આગામી કેપ્ટન બની શકે છે આ 3 ખેલાડી, વિરાટ કોહલીનું લઈ શકે છે સ્થાન
ઇમિરે વ્યક્ત કરી ખુશી
ઇમિરે કહ્યું- ઓગસ્ટ માટે આઈસીસી મહિલા પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ થયું ખુબ રોમાંચક હતું અને હવે વિનર તરીકે મને શાનદાર અનુભવ થઈ રહ્યો છે. યૂરોપીન ક્વોલિફાયરમાં ટીમ માટે યોગદાન આપવું મારા માટે સારૂ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube