નવી દિલ્હીઃ વર્લ્ડ નંબર વન ટેનિસ સ્લેયર નોવાક જોકોવિચે રવિવારે રાફેલ નડાલને હરાવીને સાતમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું હતું. આ સાથે તેને વિજેતા તરીકે 41 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે ₹209592000) ઇનામ રૂપે મળ્યા હતા. પોતાનું 15મું ગ્રાન્ડસ્લેમ જીતવા માટે નોવાકે કોર્ટ પર 843 મિનિટ પસાર કરી એટલે કે કોર્ટ પર વિતાવેલી એક મિનિટની કિંમત રહી આશરે 2 લાખ 48 હજાર રૂપિયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજીતરફ મહિલા સિંગલ્સની ચેમ્પિયન નાઓમી ઓસાકાને પણ ઈનામ તરીકે 41 લાખ ઓસ્ટ્રેલિયન પરંતુ કોર્ટ પર વિતાવેલી એક મિનિટની કિંમત 3 લાખ 9 હજાર રૂપિયા રહી, કારણ કે જાપાની ખેલાડીએ કોર્ટ પર કુલ 678 મિનિટ પસાર કરી હતી. પોતાના બીજા ગ્રાન્ડસ્લેમ ટાઇટલની સાથે નાઓમીએ નંબર-1ની ખુરશી પણ કબજે કરી છે. 



IPL પહેલા ડિવિલિયર્સનો ધમાકો, બની ગયો T-20નો આ વિશ્વ રેકોર્ડ 


મહત્વનું છે કે, વિમ્બલ્ડન અને યૂએસ ઓપન બાદ જોકોવિચનું સતત ત્રીજુ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. ફાઇનલમાં તેણે રાફેલ નડાલને બે કલાક સુધી ચાલેલા મેચમાં 6-3, 6-2, 6-3થી પરાજય આપ્યો હતો. જીત્યા બાદ જોકોવિચે કહ્યું, તે સ્વિટ્ઝર્લેન્ડના દિગ્ગજ રોજર ફેડરરના 20 ગ્રાન્ડસ્લેમ ટાઇટલની બરોબરી કરવાની ઈચ્છાથી તેને સારૂ પ્રદર્શન કરવાની પ્રેરણા મળી હતી.