પેરિસઃ વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપન-2021નું ટાઇટલ કબજે કરી લીધું છે. જોકોવિચે ફાઇનલમાં સંઘર્ષપૂર્ણ મુકાબલામાં સ્ટેફાનોસ સિતસિપાસને 6-7(6), 2-6, 6-3, 6-2, 6-4 થી પરાજય આપ્યો હતો. જોકોવિચે પ્રથમ બે સેટ ગુમાવ્યા બાદ શાનદાર વાપસી કરતા બીજીવખત ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ કબજે કર્યું છે. ઓવરઓલ જોકોવિચના નામે આ 19મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. તે ફેડરર અને નડાલ કરતા એક ગ્રાન્ડસ્લેમ ટાઇટલ પાછળ છે. મહત્વનું છે કે સેમીફાઇનલમાં જોકોવિચે રાફેલ નડાલને હરાવ્યો હતો. 

જોકોવિચે સિતસિપાસને પાંચ સેટ સુધી ચાલેલા લાંબા મુકાબલામાં 6-7, 2-6, 6-3, 6-2, 6-4 થી પરાજય આપ્યો હતો. સિતસિપાસે ફાઇનલ મુકાબલામાં જોકોવિચને શાનદાર ટક્કર આપી અને અંતિમ ક્ષણ સુધી મેચ રોમાંચક બનાવી રાખી હતી. સિતસિપાસ મેચની શરૂઆતમાં જોકોવિચ પર ભારે પડ્યો અને પ્રથમ બે સેટ પોતાના નામે કરી લીધા હતા. પરંતુ ત્યારબાદ નંબર વન ખેલાડીએ શાનદાર વાપસી કરતા ટ્રોફી કબજે કરી છે. તે હવે ફેડરર અને નડાલની બરોબરી કરવાથી માત્ર એક ગ્રાન્ડસ્લેમ ટાઇટલ દૂર છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube