નવી દિલ્હીઃ વિશ્વનો નંબર વન પુરૂષ ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ (Novak Djokovic)નો કોરોના વાયરસ   (Coronavirus)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સર્બિયાઇ ટેનિસ ખેલાડીએ હાલમાં સર્બિયા અને ક્રોએશિયામાં આયોજીત પ્રદર્શની સ્પર્ધામાં ભાગ લીધો હતો, જ્યાં ઘણા ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. ત્યારબાદ નોવાકે પોતાનો રિપોર્ટ કરાવ્યો હતો. મહત્વનું છે કે ફાઇનલ રદ્દ થયા બાદ તે ક્રોએશિયા ગયો હતો અને બેલગ્રાદમાં તેનો ટેસ્ટ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા પ્રદર્શની સ્પર્ધામાં ભાગ લેનાર વિક્ટર ટ્રોઇકીએ મંગળવારે કહ્યુ કે, તે અને તેની ગર્ભવતી પત્ની બંન્ને કોરોનાથી સંક્રમિત છે. સર્બિયાના ખેલાડી ટ્રોઇકી બે તબક્કાની સ્પર્ધાના પ્રથમ તબક્કામાં બેલગ્રાદમાં જોકોવિચ વિરુદ્ધ રમ્યો હતો. ટ્રોઇકી વિશ્વ રેન્કિંગમાં ટોપ-20માં સામેલ રહી ચુક્યો છે. 


વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી જોકોવિચ એડ્રિયા ટૂરનો ચહેરો હતો. એડ્રિયા ટૂર પ્રદર્શની મેચની સિરીઝ હતી જેની શરૂઆત સર્બિયાની રાજધાનીમાં થઈ અને પાછલા સપ્તાહે ક્રોએશિયાના જદરમાં મેચોનું આયોજન થયું હતું. 


બાંગ્લાદેશનાં 3, પાકિસ્તાનનાં 3 ક્રિકેટર્સના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ


ન કરવામાં આવ્યું નિયમોનું પાલન, અન્ય પણ સંક્રમિત
આ પહેલા ત્રણ વખત ગ્રાન્ડસ્લેમ સેમિફાઇનલમાં જગ્યા બનાવરનાર બુલ્ગારિયાના ગ્રિગોર દિમિત્રોવે રવિવારે કહ્યુ કે, તે કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. દિમિત્રોવ વિરુદ્ધ રમનાર બોર્ના કોરિચનો પણ સોમવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બંન્ને દેશો વચ્ચે મેચ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર