WWEનું એલાન, હવે હિન્દીમાં લાઇવ પ્રસારિત થશે `રૉ` સ્મૈકડાઉન`
આ સાથે સોની ટેન-1 પર ``રો`` અને સ્મૈકડાઉનનું પ્રસારણ અંગ્રેજી કોમેન્ટ્રી સાથે જારી રહેશે.
મુંબઈઃ સોની પિક્ચર્સ સ્પોર્ટસ નેટવર્ક (એસપીએસએન) અને ડબલ્યૂડબલ્યૂઇએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેનો મુખ્ય ટેલીવિઝન કાર્યક્રમ રો અને સ્મૈકડાઉન પહેલીવાર હિન્દી કોમેન્ટ્રી સાથે લાઇવ પ્રસારિત થશે. તેનું પ્રસારણ બુધવારે ટેલીવિઝન ચેનલ સોની ટેન-3 પર કરવામાં આવશે. આ સિવાય સોની ટેન-1 પર રો અને સ્મૈકડાઉનનું પ્રસારણ અંગ્રેજી કોમેન્ટ્રી સાથે જારી રહેશે.
રેસલમેનિયા 33 ડબલ્યૂડબલ્યૂઇની પ્રથમ એવો ખાસ કાર્યક્રમ છે, જે હિન્દીમાં લાઇવ પ્રસારિત થઈ રહ્યો છે. અત્યાર સુધી ડબલ્યૂડબલ્યૂઇના ખાસ કાર્યક્રમ ડબલ્યૂડબલ્યૂઇ નેટવર્ક પર હિન્દી ભાષામાં પ્રસારિત થતો હતો.
ગત વર્ષે જૂનમાં સોની પિક્ચર્સ સ્પોર્ટસ નેટવર્ક ઈન્ડિયા અને ડબલ્યૂડબલ્યૂઇએ ડબલ્યૂડબલ્યૂઇ સંડે ધમાલ લોન્ચ કર્યું. આ હિન્દીમાં પ્રસારિત થતો સાપ્તાહિક શો છે., જેમાં રો અને સ્મૈકડાઉનના સર્વશ્રેષ્ઠ અને એક્સક્લુઝિવ ફીચર્સ અને ઈન્ટરવ્યૂ દેખાડવામાં આવતા હતા.
સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયાના ખેલ તથા વિતરક વ્યાપાર વિભાગના અધ્યક્ષ રાજેશ કૌશલે કહ્યું, અમને ડબલ્યૂડબલ્યૂઇના મુખ્ય શો રો અને સ્મૈકડાઉનનું હિન્દી ભાષામાં પ્રસારણ કરવાની જાહેરાત કરતા ખૂબ આનંદ થઈ રહ્યો છે. બંન્ને કાર્યક્રમની એક અલગ ઓળખ છે. જેણે ભારતીય દર્શકોની રોમાંચ અને રોમાંચકતામાં વધારો કર્યો છે. તેની સાથે ભવિષ્યમાં દર્શકો વધારવા અમારુ લક્ષ્ય છે.