સચિન તેડુંલકરની અપીલ, ડુપ્લીકેટ હેલ્મેટ ઉત્પાદકો સામે થાય કાર્યવાહી
સચિન તેંડુલકરે દ્વિચક્રી વાહનો ચલાવતા સમયે સલામતી રાખવાની પોતાના અભિયાન પ્રમાણે ડુપ્લીકેટ પ્રકારના અને હલકી ગુણવત્તાવાળા હેલ્મેટ બનાવનારની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.
નવી દિલ્હીઃ ચેમ્પિયન ક્રિકેટર અને રાજ્યસભાના સાંસદ સચિન તેંડુલકરે દ્વિચક્રી વાહનો ચલાવતા સમયે સુરક્ષીત રહેવાની પોતાની મુહિમને કારણે હલકી ગુણવત્તાના હેલ્મેટ બનાવનાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. પરિવહન પ્રધાન નીતિન ગડકરીને લખેલા પત્રમાં સચિને કહ્યું કે, દ્વિચક્રી વાહોની વધતી દુર્ઘટનાને લઈને તેની સુરક્ષાના ઉપકરણ ઉચ્ચ પ્રકારના હોય તે જરૂરી છે.
તેમણે લખ્યું. હું તમારા મંત્રાલયને વિનંતિ કરીશ કે, હલત્તી ગુણવત્તા અને ડુપ્લીકેટ આઈએસઆઈ માર્કની સાથે વેંચનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. એક ખેલાડી હોવાને કારણે હું સમજુ છું કે મેદાન પર અમે જ્યારે રમીએ છીએ ત્યારે ઉચ્ચ ગ્રેડને કારણે સુરક્ષાના ઉપકરણો કેટલા જરૂરી હોય છે.
હેલ્મેટ માટે પણ તે જરૂરી છે કે ગુણવત્તાનું સ્તર જાળવી રાખવામાં આવે. રસ્તા પર સુરક્ષાના હિમાયતી સચિન તેંડુલકર લોકોને હેલ્મેટનો ઉપયોગ કરવા માટે સોશિયલ મીડિયા પર હંમેશા લખતા રહે છે. તેમણે સારા પ્રકારના હેલ્મેટના ભાવ ઓછા કરવાની અપીલ કરી જેથી દ્વિચક્રી વાહન ચાલક સસ્તાના ચક્કરમાં હલકી ગુણવત્તાના હેલ્મેટ ન ખરીદે.
આ પહેલા પણ સચિન લોકોને હેલ્મેટ પહેરવાની સલાહ આપતો જોવા મળ્યો હતો. તે હંમેશા લોકોને પ્રેરિત કરતા રહે છે. આ પહેલા ઘણીવાર રસ્તા પર લોકોને સુરક્ષાના પાઠ ભણાવી ચૂક્યો છે. ગત વર્ષે સચિને નવેમ્બરમાં પોતાના ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે પોતાની ગાડીને રોકીને લોકોને હેલ્મેટ પહેરવાની સલાહ આપતા દેખાઇ છે. તે દ્વિચક્રી વાહનમાં પાછળની સીટ પર બેઠેલા લોકોને પણ હેલ્મેટ પહેરવાની સલાહ આપે છે.
આ પહેલા એપ્રિલમાં સચિન એક વીડિયોમાં નવજવાનોને હેલ્મેટ પહેરવાની અપીલ કરતા જોવા મળ્યા હતા. સચિને આ વીડિયોમાં યુવકોને કહ્યું હતું, વચન આપો, હવે પછી હેલ્મેટ પહેરશો. આ તમારા માટે ખતરનાક છે. સચિને જે વીડિયો શેર કર્યો તેમાં તે કારમાં બેઠેલા છે. તેમની કારની વિન્ડોની પાસે બાઇક સવાર તેનો ફોટો લઈ રહ્યાં છે, તેની સાથે સેલ્ફી લઈ રહ્યાં છે. આ સમયે તે કહે છે પ્રોમિસ કરો, નેક્સટ ટાઇમ હેલ્મેટ પહેરશો.