ક્રાઇસ્ટચર્ચઃ જેમ્સ વિન્સની પ્રથમ ટી20મા અડધી સદીની મદદથી ઈંગ્લેન્ડે અહીં શુક્રવારે શાનદાર પ્રદર્શન કરતા ન્યૂઝીલેન્ડને પ્રથમ મેચમાં સાત વિકેટથી કારમો પરાજય આપ્યો હતો. આ જીતની સાથે ઈંગ્લેન્ડે પાંચ મેચોની ટી20 સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી યજમાન ટીમે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ પર 153 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે 18.3 ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિન્સને તેના દમદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પહેલા ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી અને ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ માત્ર 2 રન બનાવીને આઉટ થયો ગતો. ત્યારબાદ કોલિન મુનરો પણ માત્ર 21 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ટિમ શિફર્ટે યજમાન ટીમની ઈનિંગને સંભાળતા 32 રન બનાવ્યા હતા. ત્યારબાદ અનુભવી રોસ ટેલરે આક્રમક 44 રન ફટકાર્યા હતા.


તેનો સાથે ડૈરિલ મિચેલે આપ્યો, જેણે અણનમ 30 રન ફટકાર્યા અને ટીમનો સ્કોર 153 સુધી પહોંચાડ્યો હતો. મહેમાન ટીમ તરફથી ક્રિસ જોર્ડને સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. સેમ કરન, આદિલ રાશિદ અને પૈટ્રિક બ્રાઉનને એક-એક વિકેટ મળી હતી. લક્ષ્યનો પીછો કરતા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી હતી. મહેમાન ટીમે પ્રથમ વિકેટ 37ના કુલ સ્કોર પર ડેવિડ મલાન (11)ના રૂપમાં ગુમાવી હતી. 

Day-Night Test માટે યોજાશે મોટો સમારોહ, દાદાએ PM Modi, સચિનને મોકલ્યું આમંત્રણ


જોની બેયરસ્ટો 35 રન બનાવી આઉટ થયા બાદ જેમ્સ વિન્સે મોરચો સંભાળ્વોય હતો. તેણે 38 બોલ પર સાત ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 59 રન બનાવીને ટીમને જીત તરફ આગળ વધારી અને ઇયોન મોર્ગને અણનમ 34 તથા સેમ બિલિંગ્સે અણનમ 14 રન બનાવી ટીમને જીત અપાવી હતી.