નવી દિલ્હી: ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના વિશ્વ વિજેતા બનવાનું સપનું આખરે રવિવારે ક્રિકેટનું મક્કા ગણાતા લોર્ડ્સના મેદાન પર નાટકીય અંદાજમાં 44 વર્ષ બાદ પૂરું થયું. શ્વાસ થોભવી દેતી વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડે સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડને માત આપીને વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ મળવ્યો અને ઈતિહાસ રચ્યો. બીજી બાજુ મેચમાં એક એવી ઘટના બની કે લોકો સ્તબ્ધ થઈ ગયાં. એક મહિલા સ્ટ્રીકરે મેદાન પર જઈને દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં મહિલા બ્લેક સ્વીમસૂટ પહેરીને આવી હતી અને તે દર્શકોના સ્ટેન્ડથી કૂદીને પીચ તરફ દોડવા લાગી હતી તથા પોતાના કપડાં ઉતારવાની કોશિશ કરવા લાગી. મહિલાના કપડા પર 'વિટલી અનસેન્સર્ડ' લખેલું હતું. આ દરમિયાન સુરક્ષાકર્મીઓએ ખુબ મથામણ બાદ મહિલાને પકડી લીધી. 



મીડિયા રિપોર્ટ્સ મુજબ મહિલા સ્ટ્રીકરનું નામ એલેના વુલિટસ્કી છે જે તેના પુત્ર ડોરોવેટ્સકીની એક એડલ્ટ વેબસાઈટનું પ્રમોશન કરે છે. અત્રે જણાવવાનું કે યુટ્યુબર વિટાલી ડોરોવેટ્સકી એક એક્સ રેટેડ પોર્ન પ્રેંકિંગ વેબસાઈટનો માલિક છે. 


માતાની સ્ટ્રીકિંગની કોશિશ પર પુત્ર વિટલીએ ટ્વીટર પર લખ્યું કે 'મારી માતા બિલકુલ ક્રેઝી છે.'



આ અગાઉ લિવરપુલ અને ટોટેનહમ વચ્ચે રમાયેલા યુઈએફએ ચેમ્પિયન લીગની ફાઈનલમાં વિટલીની ગર્લફ્રેન્ડ કિન્સે વોલાંસકીએ પણ કઈંક આ જ રીતે એડલ્ટ વેબસાઈટનો પ્રચાર કર્યો હતો. 


રોમાંચક મુકાબલો
ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મુકાબલો દરેક અર્થમાં ઐતિહાસિક રહ્યો. ઈંગ્લેન્ડને જીતવા માટે ન્યૂઝીલેન્ડ તરફથી 242 રનનો પડકાર મળ્યો હતો. પરંતુ બેન સ્ટોક્સની અણનમ 84 રન અને જોસ બટલરની 59 રનની ઈનિંગ બાદ પણ ઈંગ્લેન્ડ 50 ઓવરોમાં 241 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. બંને ટીમોનો સ્કોર ટાઈ રહ્યો. 



મેચ સુપર ઓવરમાં ગઈ. વિશ્વકપની આ પહેલી ફાઈનલ હતી જે સુપર ઓવરમાં ગઈ. અને મેચનો અસલ રોમાંચ અહીંથી જ શરૂ થયો હતો. ઈંગ્લેન્ડે સુપર ઓવરમાં 15 રન કર્યાં. જ્યારે કીવી ટીમની સામે 16 રનનો પડકાર હતો. સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડ જીતતી જોવા મળી હતી છેલ્લા બોલે તેને 2 રન જોઈતા હતાં પરંતુ એક રન બનાવીને સ્કોર બરાબર  થયો. આવામાં ઈંગ્લેન્ડે મેચમાં ન્યૂઝીલેન્ડ કરતા વધુ બાઉન્ડ્રી લગાવવાના કારણે જીત મળી હતી.