ટાંટન/નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ (World Cup 2019)માં સતત ત્રીજી મેચ જીત મેળવી છે. જેમ્સ નિશામ તથા ફર્ગ્યુસને સંયુક્ત રીતે 9 વિકેટ ઝડપતાં આફઘાનિસ્તાન અહીં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 172 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગયું હતું. મેચ દરમિયાન વરસાદ પણ નડ્યો હતો. જોકે, ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નિશામે કારકિર્દિનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી 31 રનમાં 5 વિકેટ ઝડપી હતી. ફર્ગ્યુસને 37 રનમાં 4 વિકેટ લીધી હતી. ઓપનર ઝઝાઇ (34), ઝદરાને (31) પ્રથમ વિકેટ માટે 66 રનની ભાગીદારી નોંધાવી શરૂઆત કરી હતી. પરંતુ આ ભાગીદારી તૂટ્યા બાદ અફઘાનિસ્તાનની ટીમે 4 રનના ગાળામાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. હશમાતુલ્લાહ શાહિદીએ 99 બોલમાં 9 બાઉન્ડ્રી મારી 59 રન બનાવ્યા હતા. જે તેની ટીમ તરફથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અફગાનિસ્તાનનો સ્કોર



અફગાનિસ્તાન રન બોલ 4 6
હઝરતુલ્લાહ ઝઝાઇ 34 28 5 1
નૂર અલી ઝદરાને 31 38 5 0
રહેમત શાહ 0 4 0 0
હશમાતુલ્લાહ શાહિદી 59 99 9 0
ગુલબાદિન નાયબ 4 4 1 0
મોહમ્મદ નબી 9 24 0 0
નજીબુલ્લાહ ઝદરાન 4 3 1 0
ઇકરામ એલીખિલ 2 22 0 0
રશીદ ખાન 0 4 0 0
આફતાબ આલમ 14 10 3 0
હમીદ હસન 7 11 1 0

 


ન્યૂઝીલેન્ડનો સ્કોર


 



ન્યૂઝીલેન્ડ રન બોલ 4 6
એમજે ગુપ્તીલ 0 1 0 0
સી મુનરો 22 24 4 0
KS વિલિયમસન 79 99 9 0
LRPL ટેલર 48 52 6 1
TWM લથમ 13 18 1 0

સ્પોર્ટના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...