Highest Scoring Players in 2020: કોહલી કોઈ ફોર્મેટમાં ન ફટકારી શક્યો સદી, જાણો 2020માં ક્યા બેટ્સમેનોએ મચાવી ધૂમ
Sports Year Ender 2020: વર્ષ 2020 હવે ભારતીય ક્રિકેટ ટીમ માટે સમાપ્ત થઈ ગયું છે. આ વર્ષે કોરોના વાયરસને કારણે લાંબા સમય સુધી ક્રિકેટ પર બ્રેક લાગી અને તેની અસર થઈ કે ખેલાડીઓના નામે વધુ રન ન આવ્યા.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી (virat kohli)એ પોતાના ક્રિકેટર કરિયરમાં 12 વર્ષમાં પ્રથમવાર કોઈ આંતરરાષ્ટ્રીય સદી ફટકાર્યા વગર વર્ષનું સમાપન કર્યું છે. કોહલીએ 2008માં પોતાના પર્દાપણના સમયમાં છેલ્લે કોઈ સદી વગર વર્ષનું સમાપન કર્યુ હતું. પરંતુ તે વર્ષે તેણે માત્ર પાંચ મેચ રમી હતી. પરંતુ આ વખતે તેણે 22 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
કોરોનાને કારણે ભારતે આ વર્ષે આશરે નવ મહિના કોઈ મેચ રમી નથી. 2009 બાદ આ પ્રથમવાર છે જ્યારે કોહલીએ 22થી ઓછી મેચ રમી છે. તેણે આ વર્ષે સાત અડધી સદી ફટકારી છે. ચોંકાવનારી વાત છે કે તે કોઈપણ ફોર્મેટમાં ટોપ બેટ્સમેન પણ નથી.
આવો જોઈએ ત્રણેય ફોર્મેટમાં રન બનાવનારા ટોપ-10 બેટ્સમેનોનું લિસ્ટ....
ટેસ્ટમાં 2020માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
બેટ્સમેન | મેચ | રન | બેસ્ટ સ્કોર | એવરેજ | સ્ટ્રાઇકરેટ |
બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ) | 7 | 641 | 176 | 58.27 | 62.17 |
ડોમ સિબલી (ઈંગ્લેન્ડ) | 9 | 615 | 133* | 47.3 | 37.89 |
જેક ક્રાઉલી (ઈંગ્લેન્ડ | 7 | 580 | 267 | 52.72 | 56.86 |
કેન વિલિયમસન (ન્યૂઝીલેન્ડ) | 4* | 498 | 251 | 83 | 54.66 |
જોસ બટલર (ઈંગ્લેન્ડ | 9 | 497 | 152 | 38.23 | 53.44 |
ઓલી પોપ (ઈંગ્લેન્ડ) | 9 | 481 | 135* | 43.72 | 57.05 |
જ રૂટ (ઈંગ્લેન્ડ) | 8 | 464 | 68* | 42.18 | 56.44 |
જર્મેન બ્લેકવુડ (વેસ્ટ ઈન્ડિઝ) | 5 | 427 | 104 4 | 2.7 | 63.07 |
માર્નસ લાબુશાને (ઓસ્ટ્રેલિયા) | 3 | 403 | 215 | 67.16 | 53.94 |
ટોમ લાથમ (ન્યૂઝીલેન્ડ) | 6* | 342 | 86 | 38 | 46.84 |
વનડેમાં 2020માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
બેટ્સમેન | મેચ | રન | બેસ્ટ સ્કોર | એવરેજ | સ્ટ્રાઇક રેટ |
એરોન ફિંચ (ઓસ્ટ્રેલિયા) | 13 | 673 | 114 | 56.08 | 81.67 |
સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા) | 10 | 568 | 131 | 63.11 | 106.56 |
માર્ટસ લબુશેને (ઓસ્ટ્રેલિયા) | 13 | 473 | 108 | 39.41 | 91.13 |
ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) | 12 | 465 | 128* | 42.27 | 95.28 |
કેએલ રાહુલ (ભારત) | 9 | 443 | 112 | 55.37 | 106.23 |
વિરાટ કોહલી (ભારત) | 9 | 431 | 89 | 47.88 | 92.29 |
અકીબ ઇલ્યાસ (ઓમાન) | 6 | 400 | 109* | 100 | 82.3 |
ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) | 6 | 353 | 108 | 70.6 | 145.26 |
જોની બેઅર્સો (ઇંગ્લેંડ) | 9 | 346 | 112 | 43.25 | 100.87 |
શ્રેયસ અય્યર (ભારત) | 9 | 331 | 103 | 41.37 | 95.38 |
ટી-20માં 2020માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
બેટ્સમેન | મેચ | રન | બેટ્સ સ્કોર | એવરેજ | સ્ટ્રાઇક રેટ | 100/50 |
મોહમ્મદ હાફીઝ (પાકિસ્તાન) | 10 | 415 | 99* | 83 | 152.57 | 0/4 |
કેએલ રાહુલ (ભારત) | 11 | 404 | 57* | 44.88 | 140.76 | 0/4 |
ડેવિડ મલાન (ઇંગ્લેંડ) | 10 | 397 | 99* | 49.62 | 142.29 | 0/4 |
ટિમ સિફર્ટ (ન્યુઝીલેન્ડ) | 11 | 352 | 84* | 50.28 | 140.23 | 0/4 |
કામરાન ખાન (કતાર) | 7 | 335 | 88 | 47.85 | 135.08 | 0/3 |
જોની બેઅર્સો (ઇંગ્લેંડ) | 12 | 329 | 86* | 32.9 | 150.91 | 0/3 |
વિરાટ કોહલી (ભારત) | 10 | 295 | 85 | 36.87 | 141.82 | 0/1 |
જોસ બટલર (ઇંગ્લેંડ) | 8 | 291 | 77* | 48.5 | 150.77 | 0/3 |
વોન ડેર ડુસાન (દક્ષિણ આફ્રિકા) | 9 | 288 | 74* | 48 | 140.48 | 0/1 |
ક્વિંટન ડી કોક (દક્ષિણ આફ્રિકા) | 9 | 285 | 70 | 31.66 | 170.65 | 0/2 |
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube